નવીદિલ્હી
રાજધાની દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ૧૨ વર્ષના છોકરા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. દિલ્હી મહિલા આયોગને મળેલી ફરિયાદમાં સીલમપુરની રહેવાસી એક મહિલાએ જણાવ્યું કે તેના ૧૨ વર્ષના પુત્ર પર ૧૮ સપ્ટેમ્બરે ચાર લોકોએ ક્રૂરતાથી બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ જણાવ્યું કે પુત્ર પર સામૂહિક રીતે બળાત્કાર કરવાની સાથે ગુનેગારોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો અને ઈંટો અને સળિયા વડે તેને ખરાબ રીતે માર્યો. માતાએ જણાવ્યું કે, બાળક ભયાનક દર્દથી પીડાતો – લોહી લુહાણ હાલતમાં પોતાની સાથે થયેલી ઘટના વર્ણવી અને ૨૨ સપ્ટેમ્બરના રોજ માતા-પિતાએ દિલ્હી પોલીસને જાણ કરી અને છોકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો. હાલ બાળકની હાલત નાજુક છે. આ ઘટનાની નોંધ લેતા, દિલ્હી મહિલા આયોગ (ડ્ઢઝ્રઉ) એ દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. આયોગે પોલીસને આ મામલામાં નોંધાયેલી એફઆઈઆરની કોપી, ધરપકડ કરાયેલા આરોપીઓની માહિતી, ધરપકડ ન થાય તો તેની પાછળનું કારણ અને આ સમગ્ર મામલે કરવામાં આવેલી કાર્યવાહીનો સંપૂર્ણ અહેવાલ ૨૮ સપ્ટેમ્બર સુધીમાં આપવા જણાવ્યું છે. દિલ્હીમાં બનેલી આ ઘટના પર સ્વાતિ માલીવાલ તરફથી કહેવામાં આવ્યું કે, દિલ્હીમાં છોકરીઓ તો ઠીક પણ છોકરાઓ પણ સુરક્ષિત નથી. ૧૨ વર્ષના છોકરા પર ૪ લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો અને લાકડીઓ વડે માર માર્યા બાદ તેને અધમરી હાલતમાં છોડી દીધો હતો. બાળક હાલમાં હોસ્પિટલમાં દાખલ છે અને ૈંઝ્રેંમાં છે. અમારી ટીમ સતત પરિવાર સાથે હાજર છે અને તેમને મદદ કરી રહી છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.


