નવીદિલ્હી
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી બોલાવવામાં આવેલી બેઠક પર લોકસભા સાંસદે કહ્યુ કે તેમાં જ્ઞાનવાપી મસ્જિદ સહિત તમામ મુદ્દે ચર્ચા થશે, જ્યાં આવા ખોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. આ સિવાય ભાજપની નફરતની રાજનીતિ પર પણ વાત થશે, કારણ કે પોતાની નિષ્ફળતા છુપાવવા પાર્ટી સતત આવી રાજનીતિ કરી રહી છે. ઓવૈસી પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. એઆઈએમઆઈએમ ચીફે જ્ઞાનવાપી મામલા પર કહ્યુ કે, ભૂલોની ઇમારત ઉભી કરવામાં આવી છે. સર્વે કમિશનરને લઈને મુસ્લિમ પક્ષનો મત જાણવામાં આવ્યો નહીં. હિન્દુ પક્ષે સર્વેની માંગ કરી અને કમિશનર તેમની માંગ પ્રમાણે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સર્વે કમિશનરના રિપોર્ટ આપતા પહેલા બીજી તરફના દાવા પર જ ભાગને સીલ કરી દેવામાં આવે છે, જ્યારે મુસ્લિમ પક્ષને સાંભળવામાં આવ્યો નહીં. એક પક્ષને સાંભળ્યા વગર ઓર્ડર પાસ કરવો યોગ્ય નથી. છૈંસ્ૈંસ્ સાંસદે કહ્યુ કે, જે રીતે બાબરી મસ્જિદ અમારી પાસેથી છીનવવામાં આવી તે રીતે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતનો પ્રયાસ મથુરા, હાઝી અલી દરગાહને લઈને હજુ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આવુ ચાલ્યું તો દેશમાં ૧૯૮૦-૯૦૦ જેવો કાળો સમય પરત ન આવી જાય. જાે તેમ થાય તો તે લોકો જવાબદાર હશે જે આજે આ મુદ્દાને ઉઠાવી રહ્યાં છે. જ્ઞાનવાપી સર્વે મામલા પર આજે સર્વોચ્ચ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે શિવલિંગ મળવાના દાબા બાદ તે જગ્યાને સીલ કરવાના ર્નિણયને યોગ્ય ઠેરવ્યો છે. આ સિવાય કોર્ટે નમાજ પઢવા રોકવામાં ન આવે તેનો નિર્દેશ પણ આપ્યો છે. તેના પર લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રતિક્રિયા આપી અને ફરી મસ્જિદના સર્વેને ૧૯૯૧ના કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઓવૈસીએ કોર્ટમાં સુનાવણી બાદ કહ્યુ કે, નિચલી કોર્ટે મુસ્લિમ પક્ષને સાંભળ્યા વગર અને વુજૂવાળી જગ્યાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોર્ટનો આ આદેશ ગેરકાયદેસર છે અને અમને આશા હતી કે સુપ્રીમ કોર્ટ તેના પર પ્રતિબંધ લગાવી દેશે. પરંતુ સુપ્રીમ કોર્ટના ર્નિણયથી અમને થોડી નિરાશા થઈ છે. લોકસભા સાંસદ ઓવૈસીએ કહ્યુ કે ટ્રાયલ કોર્ટના ર્નિણય પર સંપૂર્ણ રીતે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવવો જાેઈએ કારણ કે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે ખોટો છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સર્વે પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવસે નહીં ત્યાં સુધી અમને ન્યાય નહીં મળે.