Delhi

૧ વર્ષની અંદર ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીની બરાબર હશે ઃ નિતિન ગડકરી

નવીદિલ્હી
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની બરાબર હશે. નિતિન ગડકરીએ એ પણ કહ્યું કે સરકાર પેટ્રોલ અને ડીઝલ્ના બદલે પાક અવશેષોથી ઇથનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે એક સમાચાર ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે હું પ્રયત્ન કરી રહ્યો છું કે દેશમાં એક વર્ષની અંદર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ગાડીઓની પડતર બરાબર હોય. તેનાથી પેટ્રોલ ડીઝલ પર ખર્ચ થનાર વિદેશી મુદ્રાને બચાવી શકાય. હાલમાં બેટરીની ઉંચી પડતર કિંમતના કારણે ઇલેક્ટ્રિક વાહનો મોંઘા છે. તેની ભાગીદારી વાહન કિંઅમ્તમાં ૩૫ થી ૪૦ ટકા છે. મંત્રીએ એ પણ કહ્યું કે સરકાર વ્યાપક સ્તર પર હરિત ઇંધણને પ્રોત્સાહન આપી રહી છે. આ પહેલાં પણ રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરૂવારે એક જાહેરાત કરી હતી કે જાે કોઇ વ્યક્તિ રસ્તા વચ્ચે ઉભેલા વાહનનો ફોટો મોકલે છે, તો તેને ૫૦૦ રૂપિયાનું ઇનામ મળશે. સરકાર જલદી જ તેના પર એક કાયદો લાવવા જઇ રહે છે. તો બીજી તરફ રોંગ પાર્કિંગ કરનાર વાહન માલિકને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. નિતિન ગડકરીએ ગુરૂવારે આ જાણકારી આપી હતી. નિતિન ગડકરીએ કહ્યું કે ‘હું એક કાયદો લાવવનો છું કે રોડ જે વાહન ઉભા રહેશે, તેના પર ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો બીજી તરફ ખોટી રીતે ઉભા કરેલા વાહનનો ફોટો મોકલનારને તેમાંથી ૫૦૦ રૂપિયા આપવામાં આવશે. મંત્રી આ વાત પર નારાજગી વ્યક્ત કરી કે લોકો પાર્કિંગ માટે વ્યવસ્થા ઉભી કરતા નથી. તેમણે કહ્યું તેના બદલે તે લોકો પોતાના વાહન રસ્તા પર ઉભા કરે છે. હળવા અંદાજમાં કહ્યું કે ‘નાગપુરમાં મારા રસોયા પાસે બે સેકન્ડ હેન્ડ વાહન છે. આજે ચાર સભ્યોના પરિવાર પાસે છ કાર હોય છે. એવું લાગે છે કે દિલ્હીના લોકો ભાગ્યશાળી છે. અમે તેમના વાહન ઉભા કરવા માટે રસ્તો બનાવ્યો છે.

BN-Road-Transport-and-Highways-Minister-Nitin-Gadkari.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *