નવીદિલ્હી
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન ૭૯ વર્ષના છે અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમે ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે હું આ વિશે વિચારતો નથી, ન તો મેં આ વિશે વાત કરી છે. જાેકે, અગાઉ આપેલા ઈન્ટરવ્યુમાં બાઈડેને કહ્યું હતું કે જાે મારી તબિયત સારી રહેશે તો હું ફરીથી ચૂંટણી લડી શકું. જાે બાઈડેને કમલા હેરિસનો મત આપવાના અધિકારનો બચાવ કરતા કહ્યું કે મેં પોતે જ તેમને જવાબદારી આપી છે, મને લાગે છે કે તે ખૂબ જ સારું કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે બાઈડેન કોંગ્રેસમાં બે મોટા બિલ પાસ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કમલા હેરિસનો જન્મ ઓકલેન્ડમાં થયો હતો, જ્યારે તેમનો ઉછેર અને શિક્ષણ બાર્કલીમાં થયો હતો. કમલાની માતા ભારતની હતી જ્યારે તેના પિતા જમૈકાના નાગરિક હતા. વર્ષ ૨૦૧૭માં કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી સેનેટર તરીકે ચૂંટાયા હતા. કમલા હેરિસ ૨૦૧૯ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જાે બાઈડેનની સાથી હતી. ઓગસ્ટ ૨૦૧૯ માં, ડેમોક્રેટપ્રમુખપદના ઉમેદવાર જાે બાઈડેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને ચૂંટ્યા, અને નવેમ્બર ૨૦૨૦ માં, જાે બિડેન ચૂંટણી જીતી ગયા હતા. કમલ હેરિસે હોમલેન્ડ સિક્યુરિટી અને સરકારી કાર્યકારી સમિતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, તે ઇન્ટેલિજન્સ પસંદગી સમિતિ, બજેટ સમિતિ અને ન્યાયતંત્ર સમિતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનની સરકારે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસર પર તેમણે કહ્યું કે જાે તે ૨૦૨૪માં ચૂંટણી લડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જ મારી સાથીદાર હશે. કમલા હેરિસ ખૂબ જ સારું કામ કરી રહી છે અને તે મારું સમર્થન કરતી રહેશે. બાઈડેને કહ્યું કે હું કમલા હેરિસ સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું, મેં તેને નંબર ટુની ભૂમિકામાં મૂક્યા છે અને તે પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરી રહી છે. તમને જણાવી દઈએ કે કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ અશ્વેત એશિયન મહિલા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીની શરૂઆતથી જ કમલા હેરિસને આ પદ માટે દાવેદાર માનવામાં આવતી હતી.


