નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ થઈ રહ્યો છે. યુરોપના તમામ દેશો યુક્રેન પર રશિયાના હુમલાના વિરોધમાં છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી બંને દેશો વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધને સમાપ્ત કરવા માટે ચર્ચા કરી શકે છે. જર્મનીમાં રોકાણ દરમિયાન પીએમ મોદી બર્લિનમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ બંને નેતાઓ ભારત-જર્મની આંતરસરકારી પરામર્શની છઠ્ઠી આવૃત્તિની સહ-અધ્યક્ષતા કરશે. આ દરમિયાન પીએમ મોદી અને ચાન્સેલર સ્કોલ્ઝ સંયુક્ત રીતે બિઝનેસ ઈવેન્ટને સંબોધિત કરશે. જર્મની બાદ પીએમ મોદી ડેનમાર્ક પહોંચશે અને ત્યાં ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. આ પછી ઁસ્ મોદી ૪ મેના રોજ ફ્રાન્સની રાજધાની પેરિસમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે. ભારત અને ફ્રાન્સ આ વર્ષે તેમના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. પીએમ મોદી અને મેક્રોન વચ્ચેની બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા થશે. આપને જણાવી દઈએ કે, કોરોના રોગચાળાને કારણે, છેલ્લા ૨ વર્ષમાં ઘણા પ્રસંગોએ, ઘણા વૈશ્વિક નેતાઓએ તેમની વિદેશ યાત્રાઓ મુલતવી રાખી હતી અને વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા વિવિધ સમિટમાં હાજરી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ મેના રોજ યુરોપના પ્રવાસે જશે. વર્ષ ૨૦૨૨માં આ તેમની પ્રથમ વિદેશ યાત્રા હશે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે કે આ ૩ દિવસીય યુરોપ પ્રવાસ દરમિયાન તેઓ ૩ દેશો જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની મુલાકાત લેશે અને ૨૫ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદી ૭ દેશોના ૮ નેતાઓ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠક કરશે. આ સિવાય તેઓ ૫૦ વૈશ્વિક ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે. આ સાથે આ દેશોમાં રહેતા ભારતીય મૂળના નાગરિકોને પણ મળશે. પીએમ મોદીનો યુરોપ પ્રવાસ જર્મનીથી શરૂ થશે અને ત્યારબાદ તેઓ ડેનમાર્ક જશે અને ૪ મેના રોજ ફ્રાન્સથી ભારત પરત ફરશે.


