નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ટિ્વટર પર ફોલોઅર્સની સંખ્યા ૧૯ મિલિયન થઈ ગઈ છે. ખુદ બોર્ડે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ દરમિયાન બોર્ડે તેના ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. બોર્ડે તસવીર સાથે લખ્યું, તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) દિવસેને દિવસે નવી ઊંચાઈઓ પર ચઢી રહ્યું છે. બોર્ડે થોડા કલાકો પહેલા ટિ્વટ કર્યું હતું કે ટિ્વટર પર તેના ફોલોઅર્સની સંખ્યા વધીને ૧૯ મિલિયન થઈ ગઈ છે. આ દરમિયાન બોર્ડે તેના ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. બોર્ડે એક તસવીર સાથે લખ્યું, ‘તમારા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર.’ બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં હજારો ચાહકો એકસાથે જાેવા મળે છે. બોર્ડ દ્વારા શેર કરવામાં આવેલી આ વિશેષ સિદ્ધિ પર મિશ્ર અભિપ્રાય જાેવા મળી રહ્યો છે. બોર્ડના આ ટ્વીટ પર કેટલાક ચાહકો ખરાબ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. તો દેશના અન્ય ઘણા ચાહકો આ વિશેષ સિદ્ધિ માટે બોર્ડને અભિનંદન આપી રહ્યા છે. તસવીર પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, ‘સૌથી મહાન ક્રિકેટ તમને જણાવી દઈએ કે, મ્ઝ્રઝ્રૈં ભારતની સૌથી ધનિક સ્પોર્ટ્સ સંસ્થા અને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. મ્ઝ્રઝ્રૈં ના વર્તમાન પ્રમુખ દેશના ભૂતપૂર્વ ક્રિકેટર અને કેપ્ટન સૌરવ ગાંગુલી છે. ગાંગુલી વર્ષ ૨૦૧૯માં બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ પદ છોડવા જઈ રહ્યા છે. મ્ઝ્રઝ્રૈંની વાર્ષિક સામાન્ય સભામાં રાજ્ય એસોસિએશનના પ્રતિનિધિઓની યાદી બહાર આવી છે. તેમાં ઘણા આશ્ચર્યજનક નામો પણ છે. આ યાદીમાં સામેલ વ્યક્તિ જ મ્ઝ્રઝ્રૈંની ચૂંટણી લડી શકે છે.


