Delhi

CBIએ વિજય નાયર ધરપકડ કરી કે શું જાણો છો ખરા કોણ છે?. શું છે તેના પર આરોપ?..

નવીદિલ્હી
દિલ્હીમાં આબકારી નીતિના કથિત કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલી ઇવેન્ટ કંપની ‘ઓનલી મચ લાઉડર’ના પૂર્વ સીઈઓ વિજય નાયરને સીબીઆઈ એટલે કે કેન્દ્રીય તપાસ એજન્સીએ ધરપકડ કરી છે. વિજય નાયર છેલ્લા આઠ વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલા છે અને શરૂઆતમાં તેઓ પાર્ટ ટાઇમ વોલન્ટિયર હતા, પરંતુ હવે તેઓ આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રભારી છે. એવું કહેવાય છે કે, ઇવેન્ટ કંપનીથી આમ આદમી પાર્ટીના બેકરૂમ સુધી વિજય નાયરનું કદ ખૂબ ઝડપથી વધ્યું હતું. તેઓ અભિયાનથી લઈને નીતિના નિર્માણ સુધી પાર્ટીમાં સલાહ આપતા હોય છે તેનાથી અંદાજાે લગાવી શકાય છે કે, વિજય નાયરનું આમ આદમી પાર્ટીમાં કેટલું મોટું કદ હશે. દિલ્હીની શરાબ નીતિ મામલે ૧૫ નામજાહેર આરોપીઓની ધરપકડ મામલે વિજય નાયર પહેલા આરોપી છે. આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ આરોપી છે અને તેઓ આરોપી નંબર ૧ છે. મનોરંજન અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના પૂર્વ સીઈઓ રહેલા વિજય નાયરે ૨૦૧૭માં આ પદેથી રાજીનામું આપ્યું હતું. કારણ કે એક વર્ષ પહેલાં તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. આમ આદમી પાર્ટી સાથે વર્ષ ૨૦૧૪-૧૫થી જાેડાયેલા છે. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૮-૧૯ વચ્ચે તેમની ભૂમિકા મોટેભાગે સોશિયલ મીડિયામાં રણનીતિ બનાવવાની, પાર્ટીની ઇવેન્ટ્‌સ ઓર્ગેનાઇઝ કરવાની અને ફંડરાઇઝિંગ સુધી સીમિત હતી. એટલે કે આમ આદમી પાર્ટી માટે ફંડ ભેગું કરવા માટે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની જવાબદારી તેમની હતી. જાે કે, ૨૦૧૯ સુધીમાં તો ઘણું બધું બદલાઈ ગયું અને હવે તેઓ માત્ર સોશિયલ મીડિયા પર રણનીતિ બનાવવા નહીં પરંતુ રાજનૈતિક, અભિયાન અને ચૂંટણી ઢંઢેરો અને નીતિ-નિર્માણમાં પણ પાર્ટીને સલાહ આપવા લાગ્યા હતા. ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, પાર્ટીના એક નેતાએ કહ્યુ હતુ કે વિજય નાયરે હંમેશા પડદા પાછળ રહેવાનું પસંદ કર્યું છે. અમારા કેટલાક સ્માર્ટ સોશિયલ મીડિયા કેમ્પેઇન સહિત પોસ્ટ પાછળ તેમનું દિમાગ હતું. પછી ૨૦૧૯માં તેમની ભૂમિકા બદલાવવા લાગી. તેઓ સોશિયલ મીડિયામાં આગળ નીકળી ગયા અને પાર્ટી ન માત્ર સંચાર સાથે સાથે પ્રચાર, ચૂંટણી ઢંઢેરો અને નીતિગત મામલામાં પણ સલાહ આપવાનું શરૂ કરી દીધું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ૨૦૨૦ની દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત પછી પાર્ટીમાં તેમનું કદ મોટું થઈ ગયું હતું. અત્યારે તે પાર્ટીના મુખ્ય નેતામાંથી એક છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે, તેઓ રાજનૈતિક મામલામાં સમિતિ કે દિલ્હી સરકારના કાર્યાલયના સદસ્ય બનવા માગતા નહોતા. ઓએમએલ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટલેન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓનલી મચ લાઉડર ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, મદર્સવિયર એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, બેબલફિશ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઓએમએલ ડિજિટલ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ વગેરે. વિજય નાયર આ છ કંપનીઓના સીઈઓના રૂપમાં કામ કરતા હતા. તેમાંથી બે કંપનીઓ હજુ પણ સક્રિય છે અને ૨૦૧૮ના મધ્યમાં તેમણે ડિરેક્ટર પદ છોડી દીધું હતું. ઓનલી મચ લાઉડર સાથે વિજય નાયરે કેટલાંક મોટા ટિકિટવાળી લાઇવ સંગીત શો, કોમેડી શો પણ આયોજિત કરાવ્યા હતા.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *