નવીદિલ્હી
ય્છ્ઈ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ય્છ્ઈ પરીક્ષા પેટર્ન વિશે અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.ય્છ્ઈ પરીક્ષા પેટર્નની મદદથી, ઉમેદવારો ય્છ્ઈ પરીક્ષા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ વિગતો જાણી શકે છે. ય્છ્ઈની પરીક્ષા ૫ ફેબ્રુઆરી, ૨૦૨૨થી શરૂ થશે, જે ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલશે. પરીક્ષા દરરોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પાળીની પરીક્ષા સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા સુધી લેવામાં આવશે. જ્યારે બીજી શિફ્ટની પરીક્ષા બપોરે ૨.૩૦ થી ૫ દરમિયાન લેવામાં આવશે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જાે તમે વિજ્ઞાન વિષય લઈને તમારી એન્જીનિયરિંગ અને ગ્રેજ્યુએશનની ડીગ્રી પાસ કરી લીધી હોય તો ય્છ્ઈ માટેની તૈયારી શરૂ કરી દો. ગેટ પરીક્ષા એક એવી પરીક્ષા છે જે પાસ થયા બાદ તેના ઘણા ફાયદા છે. ય્છ્ઈ પરીક્ષા પાસ કર્યા પછી, તમે માત્ર દેશની ટોચની સંસ્થાઓમાં જ પ્રવેશ મેળવી શકતા નથી, પરંતુ દેશની ટોચની કંપનીઓમાં સીધી નોકરી પણ મેળવી શકો છો. ૈંૈં્ ખડગપુરે સત્તાવાર વિગતો સાથે ય્છ્ઈ ૨૦૨૨ ની નવી પરીક્ષા પેટર્ન બહાર પાડી છે. આ વખતે ય્છ્ઈ ૨૦૨૨ પરીક્ષામાં બે નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે, જેમાં મરીન એન્જિનિયરિંગ અને જિયોમેટિક્સ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. ય્છ્ઈ ૨૦૨૨ પરીક્ષા પેટર્નમાં પૂછાયેલા પ્રશ્નોની સંખ્યા, વિભાગો, ગુણ યોજના અને અન્ય સંબંધિત વિગતોનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ ય્છ્ઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે આ નવી પેટર્નને જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.