નવીદિલ્હી
ભારતમાં લાખો લોકો દરરોજ ઓફિસે જાય છે અને પોતાનો લગભગ મોટા ભાગનો સમય ત્યાં પસાર કરતા હોય છે. આ દરમિયાન તેમના કલીગ સારા એવા મિત્રો બની જતાં હોય છે. જ્યારે અમુક લોકો એવા પણ હોય છે, જે પોતાના કામથી કામ મતલબ રાખતા હોય છે. જાે કે અમુક લોકોનો અનુભવ ખૂબ જ ખરાબ હોય છે, તેના કારણે તેઓ ઓફિસમાં એકલા રહેવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર એક કોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને આઈએસ અધિકારી અવનીશ શરણે પોતાના ટિ્વટર અકાઉન્ટ પર શેર કરી છે. આ કોટને શેર કરતા તેમણે પુછ્યું કે, શું તમે આ વાત સાથે સહમત છો? જેમાં લખ્યું છે કે ‘ર્દ્ગં ઈદૃીિઅર્હી છં ર્રૂર્ેિ ઉિાॅઙ્મટ્ઠષ્ઠી ૈંજ ર્રૂેિ હ્લિૈીહઙ્ઘ… ર્ડ્ઢ ર્રૂર્ેિ ત્નહ્વ, ય્ીં ઁટ્ઠૈઙ્ઘ… ય્ર્ ૐર્દ્બી…’એટલે કે, આપની ઓફિસમાં સૌ કોઈ આપના મિત્ર નથી હોતા, પોતાનું કામ કરો, સેલરી લો અને ઘરે ઉપડો. આ કોટની તસ્વીર શેર કરતા અધિકારીએ કેપ્શનમાં લખ્યું છે કે, આપ આ વાત સાથે સહમત છો કે નહીં. થોડી વારમાં જ આ કોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને કેટલાય લોકોએ તેમાં સહમતી દર્શાવી હતી. આ પોસ્ટને વાંચ્યા બાદ મોટા ભાગના લોકો તેને સમર્થન આપી રહ્યા છે. આ પોસ્ટ વાંચ્યા બાદ એક યુઝર્સે લખ્યું કે, હું સહમત નથી, કારણ કે ઓફિસ આપણું બીજૂ ઘર હોય છે. આ વાત પર જવાબ આપતા એક યુઝર્સ લખે છે કે, મારી નોકરીના શરુઆતના વર્ષોમાં મારા અમુક દોસ્તો હતા. છેલ્લા ૧૮ વર્ષથી ઓફિસમાં મારા કોઈ મિત્ર નથી. એક ત્રીજા યુવકે લખ્યું કે, સહમતી છે સર, કારણ કે સહકર્મીઓ વચ્ચે પ્રેમ, સહયોગ અને સ્નેહની ભાવના તો હોય જ છે. પરિસ્થિતિ અનુરુપ સ્પર્ધા, હરીફાઈ, ઈર્ષ્યા, વ્યંગ્ય, નિંદા, ચુંગલી જેવા તત્વો પણ હોય છે. એક અન્ય યુઝર્સે લખ્યું કે, નહીં, સામાજિક સંસ્થાઓને આપણા દ્વારા સામાજિક બનાવાય છે.
