નવીદિલ્હી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (ત્નદ્ગેં)ના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કેમ્પસની અંદર કેટલીક દિવાલો પર બ્રાહ્મણ વિરોધી સૂત્રો લખવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે, આમાં “બહારના લોકો” નો હાથ હોઈ શકે છે. તેમણે કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. આવી ઘટનાઓ ટાળવા માટે કેમ્પસમાં ઝ્રઝ્ર્ફથી લઈને વધુ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાઈસ ચાન્સેલરે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ત્નદ્ગેં દરેકની છે અને કોઈ તેનો ઉપયોગ કોઈ પણ જૂથ વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કરી શકે નહીં. આ મહિનાની શરૂઆતમાં, ત્નદ્ગેંની સ્કૂલ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (જીૈંજી)-ૈંૈં ની ઇમારતને બ્રાહ્મણ અને બનિયા સમુદાયો વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે વિકૃત કરવામાં આવી હતી અને તેમને કેમ્પસ અને દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે મીડિયા સાથેની તેમની પ્રથમ વાતચીતમાં, વાઇસ ચાન્સેલરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે, મામલો સામે આવ્યાના ૨૪ કલાકની અંદર દિવાલોને ફરીથી રંગવામાં આવી હતી. તેમણે કહ્યું કે, “સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાં અમારી દિવાલોને તોડી પાડવાની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતી અને આ મામલાની તપાસ ચાલી રહી છે. દિવાલોને ૨૪ કલાકની અંદર તરત જ સફેદ અને સાફ કરવામાં આવી હતી. વાઇસ ચાન્સેલરે કહ્યું કે, “અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંભવતઃ બહારના લોકો કેમ્પસમાં પ્રવેશ્યા હતા અને આ બધું કર્યું હતું. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અમે કયા સાવચેતીનાં પગલાં લઈ શકીએ તે અંગે અમે વિચારી રહ્યા છીએ.” આ ઘટના બાદ ત્નદ્ગેંએ તેના તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરા લગાવવા કહ્યું હતું. એક એડવાઈઝરીમાં, યુનિવર્સિટી વહીવટીતંત્રે કહ્યું કે, તેણે સૂચના આપી છે કે તમામ શાળાઓ અને કેન્દ્રોમાં ફક્ત એક જ પ્રવેશ અને બહાર નીકળવાનો દરવાજાે હશે. વાઇસ ચાન્સેલરે દલીલ કરીઃ “ત્નદ્ગેં દરેક માટે છે અને કોઈ પણ ત્નદ્ગેંનો ઉપયોગ નફરત ફેલાવવા અને કોઈપણ જૂથ સામે ભેદભાવ કરવા માટે કરી શકે નહીં.”


