નવીદિલ્હી
એન.આઈ.એ (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્ગૈંછ – દ્ગટ્ઠંર્ૈહટ્ઠઙ્મ ૈંહદૃીજંૈખ્તટ્ઠંર્ૈહ છખ્તીહષ્ઠઅ)એ કેરળમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને મોટા દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. એન.આઈ.એને જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ દિલ્હી, યુપી, કર્ણાટક, તમિલનાડુ સહિત ઘણા શહેરોમાં મોટા હુમલાની યોજના બનાવી હતી. મળતી માહિતી મુજબ એન.આઈ.એએ મલ્લપુરમમાં ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. થોડા દિવસો પહેલા એન.આઈ.એની કાર્યવાહીમાં ધરપકડ કરાયેલ પી.એફ.આઈના ૨૦ લોકોની પૂછપરછના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. એન.આઈ.એ અનુસાર, મલપ્પુરમમાં આ ૩ સ્થળોએથી રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરવામાં આવી હતી. એન.આઈ.એએ એવો પણ ખુલાસો કર્યો છે કે આરોપીઓએ કેમ્પમાં આતંકી તાલીમ લીધી હતી. ઉલ્લેખનીય છે કે કેરળમાં એનઆઈએ તપાસના સવાલ એ સમયે ઉઠ્યા જ્યારે કોઈમ્બતુરમાં મંદિરની પાસે બ્લાસ્ટ થયો અને એક એન્જિનિયર છોકરાનું મોત થયું હતું. કેન્દ્ર સરકારે આ બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપી દીધી. બીજી તરફ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને પણ આ મામલામાં એનઆઈએની તપાસ કરવાની ભલામણ કરી હતી. તમિલનાડું સરકારે કહ્યું હતું કે તપાસ કેન્દ્રીય એજન્સીને સોંપવાનો ર્નિણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તેમાં રાજ્યોના બહારી તત્વો સંડોવાયેલા છે અને આંતરરાષ્ટ્રીય તાર જાેડાયેલા હોઈ શકે છે.
