નવીદિલ્હી
આવકવેરા વિભાગ દ્વારા ટેક્સ ઓડિટ રિપોર્ટ અને આવકવેરા રિટર્ન ફઈલ કરવા માટે નવુ પોર્ટલ બનાવેલુ છે. જાે કે, ટેકનિકલ ખામીને લીધે અનેક લોકોને તેના ્છઇ અને ૈં્ઇ રિપોર્ટ ફાઈલ કરવામાં તકલીફ પડતી હોવાથી ફિઝિકલ ફાઈલિંગની મંજૂરી આપવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સિસના ચેરમેને હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે કે, લોકોને તેમના ટેક્સ ઓડિટ રિપોર્ટ અને આવકવેરા રિટર્ન ફઈલ કરવામાં આવકવેરા વિભાગના પોર્ટલ પર કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. લોકોને ્છઇ મોકલવા માટે ઈ-મેઈલ આઈડી બનાવવામાં આવેલું છે. અત્યાર સુધીમાં છ કરોડથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન ઓનલાઈન ભરાયા છે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં ઈન્કમટેક્સના સિસ્ટમ વિભાગના ડાયરેક્ટર જનરલ અને ઈન્કમ ટેક્સ વિભાગના એડિશનલ ડીજી ઓનલાઈન હાજર રહ્યા હતા. સુનાવણી બાદ, હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. હાઈકોર્ટે બંને અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે, ્છઇની જેમ ૈં્ઇ ફઈલ કરવા માટે પણ ઈ-મેઈલ આઈડી બનાવો. જેથી લોકોને રાહત રહે. આ સમયે, બંને અધિકારીઓએ ખાતરી આપી છે કે આ નિર્દેશનું પાલન કરાશે. ભૂતકાળમાં ઝ્રમ્ડ્ઢ્ ફિઝિકલ ફઈલિંગની માગને નકારેલી છે. બીજી તરફ્, ્છઇ અને ૈં્ઇ નિર્ધારિત સમયમાં ન ભરાય તો પેનલ્ટી અને વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવા અંગે થયેલી અરજી પર સુનાવણી પડતર છે.


