Delhi

અક્ષયકુમાર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ સેલ્ફીમાં જાેવા મળશે

નવીદિલ્હી
અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અત્યારે લાઇન પર છે, અને તેની આગામી ફિલ્મની રિલીઝની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અક્ષય કુમાર હવે એક્ટર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘સેલ્ફી’માં જાેવા મળવાનો છે. આવી સ્થિતિમાં ફિલ્મનું મુહૂર્ત શૂટ કરવામાં આવ્યું છે. જેના કારણે સેટ પરથી કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ જાેવા મળી રહી છે. અક્ષય કુમારે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી આ ફોટો શેયર કર્યો છે. સાથે જ લખાણમાં લખ્યું છે – ‘આજે સેલ્ફીનો પહેલો દિવસ છે. અમને તમારા બધાના આશીર્વાદ અને પ્રાર્થનાની જરૂર છે. અક્ષય સિવાય ધર્મા પ્રોડક્શન તરફથી બે ફોટા પણ સામે આવ્યા છે, જે સેટ પરથી જ છે. અક્ષય કુમાર વર્ષમાં ઓછામાં ઓછી બે ફિલ્મો કરે છે. કોરોના મહામારીના સમયમાં પણ અક્ષય કુમારે ફિલ્મો કરવાનું બંધ કર્યું ન હતું. તેની ફિલ્મો સતત આવતી રહે છે. આ વર્ષે પણ તેની પાસે બેક ટુ બેક પાંચ ફિલ્મોની લાઇનઅપ છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેયર કરી હતી. જેમાં તેઓ ‘સેલ્ફી’ લેતા જાેવા મળ્યા હતા. આ ફિલ્મનો ટીઝર વીડિયો ફિલ્મમેકર કરણ જાેહરે રિલીઝ કર્યો છે. ફિલ્મ ‘સેલ્ફી’ની જાહેરાત બાદ સમાચાર આવ્યા હતા કે, અક્ષય અને ઈમરાન હાશ્મીની સાથે અભિનેત્રી નુસરત ભરૂચા પણ આ ફિલ્મમાં હશે. જાે કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પિંકવિલામાં પ્રકાશિત અહેવાલ મુજબ નુસરત આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી છે અને તે ટૂંક સમયમાં બાકીની ટીમ સાથે જાેડાશે. નુસરત ભરૂચા અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મીની ફિલ્મ સેલ્ફીમાં લીડ લેડીના પાત્રમાં જાેવા મળશે. તે આ ફિલ્મનો ખાસ ભાગ બનવા જઈ રહી છે. અક્ષય કુમાર સાથે આ તેની બીજી ફિલ્મ હશે. નુસરત આ ફિલ્મ સિવાય અક્ષય કુમારની ‘રામ સેતુ’માં પણ જાેવા મળશે. આ ફિલ્મ અક્ષયના પોતાના પ્રોડક્શનમાં બની રહી છે અને તેનું નિર્દેશન અભિષેક શર્મા કરી રહ્યા છે.

Akshay-kumar-will-be-seen-in-selfie-with-imran-hashmi-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *