નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જ્યાં દિલ્હીએ પાંચ વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ સામે રોમાંચક જીત મેળવી હતી. દિલ્હી કેપિટલ્સના સુકાની ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની ટીમે શાનદાર બેટિંગ કરીને દિલ્હીને ૧૭૮ રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી તરફ ૧૭૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી તરફથી ઓપનર પૃથ્વી શો અને ટિમ સેફર્ટે પણ ટીમને સારી શરૂઆત અપાવી હતી. જાે કે, દિલ્હીની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી, જેના કારણે એક સમયે તેમના માટે મેચ જીતવી મુશ્કેલ બની રહી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા ઓલરાઉન્ડર લલિત યાદવે ટીમની કમાન સંભાળી અને તેણે અક્ષર પટેલ સાથે ટીમ માટે મહત્વની ભાગીદારી કરી. લલિત યાદવે ૩૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૪૮ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. બીજી તરફ, અક્ષર પટેલે માત્ર ૧૭ બોલમાં ૨ ચોગ્ગા અને ૩ છગ્ગાની મદદથી ૩૮ રન બનાવીને મેચનો માહોલ બદલી નાખ્યો હતો. મેચ બાદ લલિત યાદવે પોતાની ઇનિંગ વિશે કહ્યું કે, “હું ટીમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રમી રહ્યો હતો. બીજી તરફ વિકેટો પડતી રહી હતી પણ મેં મારી રમત પર વિશ્વાસ રાખવાનું નક્કી કર્યું અને મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. ક્રિકેટમાં તમને ખબર નથી કે ક્યારે શું થશે. અંતે, અમે ૧૯મી ઓવરમાં જ રમત પૂરી કરી. અક્ષર પટેલ વિશે તેણે કહ્યું કે, “જ્યારે અક્ષર પટેલ પીચની બીજી બાજુ હોય ત્યારે હું ખૂબ જ સહજ અનુભવું છું. તે મારી રમત જાણે છે અને તે પણ જાણે છે કે હું કેવી રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકું. અમે બંનેએ વિકેટ બચાવવાનો ર્નિણય લીધો હતો. અમે જાણતા હતા કે જાે અમે રમતા રહીશું અને છેલ્લી ઓવર પહેલા મેચ જીતીશું.


