નવીદિલ્હી
જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૯માં સત્ર દરમિયાન કાશ્મીરના પ્રમુખ માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના ગેરકાયદેસર કબજાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં જણાવ્યું કે અક્સાઈ ચીનના એક ખુબ મોટા હિસ્સા પર ચીને કબજાે કર્યો છે આથી તેને ઔપચારિક રીતે ‘ચીનના કબજાવાળા કાશ્મીર’ તરીકે માન્યતા આપવી જાેઈએ. ચર્ચા દરમિયાન જુનૈદે કહ્યું કે હું મારા પૂર્વજાેની જમીન જમ્મુ અને કાશ્મીર મુદ્દે પરિષદનું ધ્યાન ખેંચવા માંગુ છું. જેના પર અનેક વર્ષોથી પરિષદમાં ચર્ચા થતી આવી છે. કુરૈશીએ કહ્યું કે, ‘અક્સાઈ ચીન જમ્મુ અને કાશ્મીરના ૨૦ ટકાથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલું છે જે આકારમાં લગભગ ભૂટાન જેટલું છે. સંયુક્ત રાષ્ટ્ર અને તેના વિભિન્ન અંગ જેમ કે માનવાધિકાર પરિષદએ જમ્મુ અને કાશ્મીરના મુદ્દા પર હાલ શબ્દાવલીના આધાર પર અક્સાઈ ચીન મુદ્દે ચીનના ગેરકાયદેસર કબજાને સંપૂર્ણ રીતે અવગણના કરી છે.’ તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો જેટલો ગંભીર છે, તેને જાેતા આ પ્રકારની ચૂકનો ગંભીર પ્રભાવ પડ્યો છે. જુનૈદ કુરૈશની વાત સાંભળ્યા બાદ ચીને તેનો વિરોધ કર્યો. ચીને કહ્યું કે જુનૈદે જે નિવેદન આપ્યું તે ચીનની ક્ષેત્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ છે. જે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનો ભંગ છે. ચીન ભલામણ કરે છે કે જુનૈદની માંગણીની અવગણના કરવામાં આવે. શ્રીનગરના જુનૈદ કુરૈશી બ્રસેલ્સ સ્થિત યુરોપિયન ફાઉન્ડેશન ફોર સાઉથ એશિયન સ્ટડીઝ(ઈહ્લજીછજી)ના ડાઈરેક્ટર છે. અત્રે જણાવવાનું કે ૧૯૫૦ ના દાયકામાં ચીને અક્સાઈ ચીન (લગભગ ૩૮,૦૦૦ વર્ગ કિમીનો વિસ્તાર) પર કબજાે કર્યો હતો. હવે આ વિસ્તાર બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિવાદનો વિષય બન્યો છે.