નવીદિલ્હી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તેમનું નામ સમાજવાદી, કામ દંગાવાદી અને વિચાર માત્ર પોતાના પરિવાર સુધી સીમિત છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે સાંજે મધ્ય વિધાનસભા વિસ્તારમાં બાલૂ અડ્ડેમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ)ના ઉમેદવાર રજનીશ ગુપ્તાના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે વિકાસના વિચાર ન હોવાના કારણે આખા રાજ્યને અરાજકતાના ભઠ્ઠામાં નાખવામાં આવ્યું. તેની કિંમત લાંબા સમય સુધી ચૂકવી છે. આજે તમે જાેઈ શકો છો કે ૫ વર્ષમાં ઉત્તર પ્રદેશની અંદર કોઈ દંગા થયા નથી, દંગાકારીઓને ખબર છે કે દંગા કરીશું તો આગામી દિવસે તેમના પોસ્ટર ચોક પર છપાશે અને ત્રીજા દિવસે ઘરે નોટિસ પહોંચી જશે. ૫ વર્ષમાં રાજ્યમાં કોઈ આતંકી ઘટના થઈ નથી કેમ કે આતંકવાદીઓને ખબર છે કે જાે કોઈએ આતંકી ઘટનાને અંજામ આપ્યો તો માત્ર આતંકવાદી જ નહીં તેના માસ્ટરમાઈન્ડનું શું થશે એ વિચારીને ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા લોકોની રુવાંટી ઊભી થઈ જાય છે. વર્ષ ૨૦૧૭ પહેલા રાજ્યને જાતિના નામ પર, ક્ષેત્ર, મત, ધર્મના આધાર પર અહીંના સામાજિક તાણા વાણાને એટલા છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા હતા કે દરેક ત્રીજા દિવસે એક દંગા થતા હતા. મહિનાઓ સુધી કર્ફ્યૂ લાગેલું રહેતું હતું. બજારોમાં બોમ્બ ધડાકા થતા હતા. ગુંડાગર્દીનું નગ્ન તાંડવ થતું હતું. પહેલા ગરીબોના પૈસા અત્તરવાળા મિત્રના ઘરે પહોંચી જતા હતા અને કલ્યાણકારી યોજનાઓની વહેચણી થઈ જતી હતી. પહેલા મહોત્સવના નામ પર અભદ્ર મજાક થતી હતી. આજે દીપોત્સવ થાય છે. ઉત્તર પ્રદેશની અંદર સમાજવાદી પાર્ટીની સરકારના સમયે ૫ વર્ષમાં માત્ર ૧૮ હજાર ગરીબોના મકાન સ્વીકૃત થયા હતા. કોઈ ગરીબ, દલિતને મકાન મળ્યું નહોતું. ૫ વર્ષ દરમિયાન ભાજપની ડબલ એન્જિનની સરકારે રાજ્યની અંદર ૪૫ લાખ ૫૦ હજાર ગરીબોને એક એક આવાસ ઉપલબ્ધ કરાવ્યું છે. એટલું જ નહીં ૨.૬૧ કરોડ લોકોને શૌચાલય, ૧.૨ લાખ ઘરો સુધી વિદ્યુતિકરણ કરીને ૨૩ લાખ પરિવારને વીજળી આપવામાં આવી. કોરોના મેનેજમેન્ટને દુનિયાએ વખાણ્યું છે. અત્યારે જ યુવાઓને એક કરોડ ટેબલેટ વહેચવામાં આવ્યા છે. સરકાર બનવા પર ૧૦ માર્ચ બાદ ૨ કરોડ વધુ લોકોને ટેબલેટ આપીશું. લોકો કોરોના વેક્સીન વિરુદ્ધ દૂષ્પ્રચાર કરતા હતા. આજે વેક્સીનના કારણે ઉત્તર પ્રદેશની અંદર ત્રીજી લહેર ક્યારે આવી અને જતી રહી કોઈને ખબર ન પડી. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશની ભાગ્યવિધાતા વિધાનસભા લખનૌ મધ્ય વિસ્તારમાં આવે છે. અહીં આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ વીજળીના તાર લટકતા હતા. માર્ગ જર્જરિત હતા. અહીં તણાવનો માહોલ રહેતો હતો. આજે આ શહેર અને મધ્ય વિધાનસભા વિસ્તાર ક્ષેત્ર સ્માર્ટ સિટીમાં સામેલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં ૧૫ કરોડ ગરીબ જનતાને ડબલ ડોઝ અને ફ્રી રાશન ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.

