Delhi

અમિતાભ બચ્ચનના ઘરના એક કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ

નવીદિલ્હી
અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ બ્લોગ દ્વારા જલસામાં કોરોનાની એન્ટ્રીના સમાચાર આપ્યા છે. જાે કે, તેણે તેના બ્લોગમાં પુષ્ટિ કરી નથી કે જલસામાં કોનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. પોતાના બ્લોગમાં અમિતાભે લખ્યું છે – હું કેટલાક ઘરેલુ કોરોના સંજાેગો સાથે સંઘર્ષ કરી રહ્યો છું. હું પછી તમારી સાથે જાેડાઈશ. અમિતાભે આ બ્લોગ મધરાતે લખ્યો હતો. આ બ્લોગ પોસ્ટ પછી, અમિતાભે બીજાે બ્લોગ લખ્યો છે કે તેઓ લડે છે અને લડતા રહેશે, તે પણ દરેકની પ્રાર્થનાની મદદથી. અમિતાભે લખ્યું – લડીએ છીએ, લડતા રહીશુંપ દરેકની પ્રાર્થનાની મદદથીપ આગળ કંઈ નહીંપ વધુ વિગતો નહીંપ બસ, શો ચાલે છે. આ બ્લોગની સાથે અમિતાભે પોતાની નવી લડાઈ વિશે એક કવિતા પણ લખી છે. અમિતાભ બચ્ચને કોરોના વાયરસની અસરને ખૂબ નજીકથી જાેઈ છે. વર્ષ ૨૦૨૦માં અમિતાભ બચ્ચન પોતે પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કોરોનાને કારણે અમિતાભ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. જાે કે, હોસ્પિટલમાંથી જ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહેતા હતા. ૨૦૨૦માં માત્ર અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ તેમના પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ અને અભિષેક પોઝિટિવ આવ્યા પછી જ આખા પરિવારનો કોવિડ ટેસ્ટ થયો, જેમાંથી ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શ્વેતા, જયા બચ્ચન અને અગસ્ત્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મુંબઈમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મ્સ્ઝ્ર દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી એરપોર્ટ પર તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનુ ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૮,૪૬૬ નવા કેસના સાથે સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૬૭,૩૦,૪૯૪ થઈ ગઈ છે જ્યારે વધુ ૨૦ દર્દીઓના મૃત્યુને કારણે મૃત્યુઆંક વધીને ૧,૪૧,૫૭૩ થઈ ગયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. ગત દિવસની સરખામણીમાં ચેપના નવા કેસોમાં ૫૨ ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ૭૫ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૬૫૩ કેસની પુષ્ટિ થઈ છે. ઓમિક્રોનના નવા કેસોમાં રાજધાની મુંબઈમાંથી ૪૦ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણના દૈનિક કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.અમિતાભ બચ્ચનના ઘરે પણ કોરોના વાયરની એન્ટ્રી થઇ છે. અમિતાભ બચ્ચનના મુંબઈ ઘર જલસાના એક કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમિતાભ બચ્ચનના ઘરના કુલ ૩૧ સ્ટાફ મેમ્બરનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેમાંથી એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Amitabh-Bachahan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *