નવીદિલ્હી
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પહેલી નજરે જાેતા આ વીડિયો એટલા ડરામણા હોય છે કે જાેઈને બીક લાગે. હજુ હમણાં જ ઓરિસ્સામાં કાતિલ વાવાઝોડું ત્રાટક્યું હતું, તેણા અનેક વીડિયો વાયરલ થયા છે. તેવામાં અમેરિકામાં હવામાન વિભાગે ભયંકર તોફાનની ચેતવણી જાહેર કરી હતી. હવામાન વિભાગની આ ચેતવણી સાચી સાબિત થઈ અને એવું તોફાન આવ્યું કે મિડવેસ્ટ અમેરિકા આખું ધૂળથી ઢંકાઈ ગયું. આ તોફાનના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા છે. અમેરિકામાં આવેલું વાવઝોડું સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલું છે. આ ચર્ચાનું કારણ છે વાવાઝોડાનું ભયંકર રૂપ. જાેકે આ વાવાઝોડાએ ધોળા દિવસે જે રીતે પ્રકોપ વરસાવ્યો તે રીતે અમેરિકામાં થોડાક સમય માટે લાગવા લાગ્યું કે રાત થઈ ગઈ. ધૂળની ભયાનક મોટી ચાદર ધીરેધીર તમામ જગ્યાએ ફેલાવવા લાગી અને ચારેબાજુ અંધારું છવાઈ ગયું. ભયંકર વાવાઝોડાના કારણે એક વ્યક્તિના મોતનું કારણ બની ગયું. સાથે સાથે અમુક સ્ટ્રક્ચર્સને પણ ભારે ભરખમ નુકસાન થયું છે. હવામાન વિભાગના મતે વાવાઝોડાની સાથે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની પણ આગાહી હતી, જે સાચી સાબિત થઈ હતી. આ તોફાનની સ્પીડ ૭૫દ્બॅર અથવા તો તેનાથી વધારે હોઈ શકે છે. આ તોફાનને હબૂબ પણ કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી. તોફાનના ઘણા ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ તોફાનના કારણે છવાયેલું અંધારું માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ તસવીરો અને ક્લિપિંગ્સ મારફતે ટિ્વટર ઉપર પણ ફેલાઈ રહ્યું છે. લોકોનું કહેવું છે કે તોફાન વખતે બ્લેકઆઉટ જેવી સ્થિતિ બની ગઈ હતી.
