Delhi

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૫ વર્ષ પૂર્ણ થતા રોહિત શર્માએ ફેન્સનો આભાર માન્યો

નવીદિલ્હી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૫ વર્ષ પૂરા થવા બદલ એ તમામ લોકોનો આભાર માન્યો હતો જેમણે તેને ખેલાડી બનવામાં મદદ કરી હતી. આ સાથે જ તેણે એ દિવસને પણ યાદ કર્યો હતો જ્યારે તેણે ૧૫ વર્ષ અગાઉ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ૨૩ જૂન ૨૦૦૭ના રોજ બેલફાસ્ટમાં આયરલેન્ડ વિરુદ્ધ વન-ડે મેચમાં ડેબ્યૂ કરનાર રોહિતે ટિ્‌વટર પર આ અંગે એક પોસ્ટ શેર કરી હતી. રોહિતે જણાવ્યું કે, મારી ફેવરિટ ભારતીય ટીમની જર્સી સાથે ૧૫ વર્ષ પૂરા થયા. આ એક એવી સફર રહી છે જેને હું જીવનભર વાગોળતો રહીશ. આજના દિવસે મને ભારતીય ટીમમાંથી ડેબ્યૂ કર્યા બાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૫ વર્ષ પૂરા થયા. આ સફરનો હિસ્સો રહેલા તમામનો હું આભાર માનું છું અને વિશેષરૂપે મને ખેલાડી બનાવ્યો તેમનો પણ આભાર. ક્રિકેટ પ્રેમીઓ, પ્રશંસકો, ટીકાકારોના પ્રેમ અને સમર્થનની મદદથી જ હું આ સફરમાં આવેલા અવરોધોને પાર કરી શક્યો છું.

Sport-Rohit-Sahrma.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *