Delhi

આંતરરાષ્ટ્રીય સીરિઝમાં ભારતીય ટીમના ઘણા ખેલાડી એક-બીજા વિરુદ્ધ રમતા જાેવા મળશે

નવીદિલ્હી
આઈપીએલનો લોકોના એટલો બધો ક્રેઝ છે કે કોઈ વાત થઇ શકે તેમ નથી. ત્યારે ભારતીય ટીમ પહેલી આંતરરાષ્ટ્રીય સીરિઝ રમવા માટે જઈ રહી છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી૨૦ સીરિઝ રમવા માટે સજ્જ છે. જે ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ૯ જૂનથી ટી૨૦ સીરિઝ શરૂ થશે. આ સીરિઝમાં ઘણા ખેલાડી એક-બીજા વિરુદ્ધ રમતા જાેવા મળશે, જે આઈપીએલમાં એક સાથે રમતા હતા. આ ખેલાડીઓની વચ્ચે શાનદાર જંગ જાેવા મળશે. તેવી જ રીતે ગુજરાત ટાઈટન્સને આઈપીએલ ૨૦૨૨માં કેપ્ટન હાર્દિક પાંડ્યા અને ડેવિડ મિલરે સાથે મળીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ડેવિડ મિલર આ સીઝનમાં હાર્દિક પાંડ્યા માટે એક મોટો મેચ વિનર સાબિત થયો હતો, પરંતુ હવે ટી૨૦ સીરિઝમાં બન્ને ખેલાડી એક બીજાને હરાવવા માટે રમશે. આ બન્ને ખેલાડીઓની વચ્ચે આ જંગ ઘણો રોમાંચક રહેનાર છે, જ્યારે મિલર અને પાંડ્યા બન્ને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. અને આ વખતે તો આઈપીએલ ૨૦૨૨માં તો નવી ટીમ તરીકે ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્‌સની કમાન સંભાળનાર કેએલ રાહુલ પણ સફળ કેપ્ટન તરીકે રહ્યો હતો. પરંતુ છેલ્લે તેઓ ક્વોર્ટર રાઉન્ડમાં પહોંચી શક્યા નહોતા. આઈપીએલની આ સીઝનમાં આફ્રિકાનો વિસ્ફોટક બેટર ક્વિન્ટન ડિકોક પણ આ ટીમનો ભાગ હતો. આ બન્ને ખેલાડીઓએ આઈપીએલમાં એક સાથે ખુબ રન બનાવ્યા હતા. એક મેચ તો બન્ને બેટ્‌સમેનો વચ્ચે ૨૦ ઓવરમાં ૨૧૯ રનની ભાગેદારી થઈ હતી. આ આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી ઓપનિંગ ભાગેદારી રહી. પરંતુ હવે ટી૨૦ સીરિઝમાં બન્ને ખેલાડીઓ એક બીજા વિરુદ્ધ રમતા જાેવા મળશે. અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને તેની ટીમના સૌથી ઝડપી બોલર એનરિચ નોર્ટજે વચ્ચે પણ જબરદસ્ત સ્પર્ધા જાેવા મળી શકે છે. આ બંને ખેલાડીઓ લાંબા સમયથી ૈંઁન્માં સાથે રમી રહ્યા છે, પરંતુ આ સીરિઝમાં એનરિક નોર્ટજે પોતાના ૈંઁન્ કેપ્ટનને હરાવવા માટે રમતા જાેવા મળશે. નોરખિયાએ ૈંઁન્ ૨૦૨૨માં ૬ મેચમાં ૯ વિકેટ લીધી હતી. જ્યારે, ઋષભ પંતે ૧૪ મેચમાં ૩૪૦ રન બનાવ્યા હતા.

Sport-India-International-Sport-The-international-series-will-see-many-players-of-the-Indian-team-playing-against-each-other.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *