નવીદિલ્હી
આજે વડાપ્રધાન કાર્યાલય વતી ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી. આ પછી પીએમ મોદીએ તમામ અધિકારીઓને સૂચના આપી છે કે આગામી દોઢ વર્ષમાં આ ખાલી જગ્યાઓ મિશન મોડમાં ભરવામાં આવે. પીએમ મોદીની આ જાહેરાત બાદ એવુ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર પાસેથી અલગ-અલગ જગ્યાઓ પર ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવશેપ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આજે એક ટિ્વટ કરીને આવતા દોઢ વર્ષમાં ૧૦ લાખ ખાલી સરકારી પદો ભરવાની વાત કહેવામાં આવી છે. પીએમ મોદીએ બધા વિભાગો તરફથી મંત્રાલયોમાં ખાલી પડેલ જગ્યાઓની સમીક્ષા કર્યા બાદ આ નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીના આ નિર્દેશ પર કોંગ્રેસે જાેરદાર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આને કહેવાય નવસો ઉંદર ખાઈને દિલ્લી હજ કરવા નીકળી, આ દેશમાં ૫૦ વર્ષની સૌથી ભયંકર બેરોજગારી છે. ૭૫ વર્ષમાં સૌથી નીચલા સ્તરે રુપિયે જઈને ૭૮.૨૮ પ્રતિ ડૉલર થઈ ગયો છે. આ દેશમાં ૨૮ લાખ સરકારી નોકરીઓ ખાલી પડી છે. આ દેશમાં પ્રજાતંત્ર અને બંધારણને બુલડોઝર નીચે કચડી દેવામાં આવ્યુ છે. હવે ટિ્વટર-ટિ્વટર રમીને પ્રધાનમંત્રી આપણને કેટલી વાર સુધી ભટકાવશે. જે રીતે રાહુલ ગાંધીને ઈડ્ઢ સમક્ષ હાજર થવુ પડ્યુ તેનો કોંગ્રેસના કાર્યકરો જાેરદાર વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે ફરી એકવાર રાહુલ ગાંધી ઈડ્ઢ સમક્ષ હાજર થવા માટે ઈડ્ઢની ઓફિસ પહોંચ્યા છે. આજે ઇડીએ રાહુલ ગાંધીની પૂછપરછનો વિરોધ કરી રહેલા રણદીપ સુરજેવાલાને પોલીસે કસ્ટડીમાં લીધા છે. વળી,રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે ઈડ્ઢ ઓફિસ પહોંચ્યા છે જ્યાં નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે.