Delhi

આફતાબે નાર્કોમાં શ્રદ્ધાની હત્યાનું રહસ્ય ખોલ્યું, આ હથિયારથી કર્યા મૃતદેહના ટુકડા!

નવીદિલ્હી
દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કરનાર આરોપી આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. નાર્કો ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ન માત્ર શ્રદ્ધાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, પરંતુ તેણે એ પણ કહ્યું હતું કે તેણે સૌથી પહેલા શ્રદ્ધાના હાથ કાપ્યા હતા. આ માટે તેણે ચાઈનીઝ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે આફતાબ પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ બંને પૂર્ણ થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે નાર્કો ટેસ્ટમાં જણાવ્યું હતું કે તેણે સૌથી પહેલા શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના હાથ કાપી નાખ્યા હતા. આ માટે તેણે ચાઈનીઝ ચોપરનો ઉપયોગ કર્યો અને આ હથિયારથી તેણે શ્રદ્ધાના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આફતાબે તેની હત્યા બાદ શ્રદ્ધા વોલકરનો મોબાઈલ ફોન ઘણા મહિનાઓ સુધી પોતાની પાસે રાખ્યો હતો. જ્યારે મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે પણ શ્રદ્ધાનો મોબાઈલ ફોન તેની પાસે હતો. બાદમાં તેણે શ્રદ્ધાનો મોબાઈલ ફોન મુંબઈના દરિયામાં ફેંકી દીધો હતો. હકીકતમાં, શ્રદ્ધા વાલકર હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ‘નાર્કો’ તપાસ બાદ શુક્રવારે બે કલાકમાં પૂછપરછ સત્ર પૂર્ણ થયું હતું. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (હ્લજીન્)ની ચાર સભ્યોની ટીમ અને તપાસ અધિકારી પૂનાવાલા પાસેથી ‘નાર્કો’ તપાસ બાદ પૂછપરછ માટે નવી દિલ્હીની તિહાડ જેલમાં પહોંચ્યા હતા. સેન્ટ્રલ જેલ નંબર ૪માં સવારે ૧૦ વાગ્યે પૂછપરછ શરૂ થવાની અને બપોરે ૩ વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા હતી, પરંતુ તેમાં વિલંબ થયો. ટીમ સવારે ૧૧.૩૦ વાગ્યે જેલમાં પહોંચી હતી અને સેશન લગભગ ૧ કલાક ૪૦ મિનિટ સુધી ચાલ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેને લઈ જવા સંબંધિત જાેખમોને ધ્યાનમાં રાખતા અદાલતના આદેશના અનુસાર, આ વ્યવસ્થા કરવામાં આવી હતી. રોહિણીની હોસ્પિટલમાં લગભગ બે કલાક સુધી પૂનાવાલાની ‘નાર્કો’ એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સફળ રહ્યો હતો. એફએસએલના સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે ‘નાર્કો’ ટેસ્ટ અને પોલીગ્રાફી ટેસ્ટ દરમિયાન આરોપીએ આપેલા જવાબોનું વિશ્લેષણ કરવામાં આવશે અને તેને તેના જવાબો વિશે પણ જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૨૮ વર્ષીય પૂનાવાલા પર ‘લિવ-ઈન રિલેશનશિપ’માં રહેલી શ્રદ્ધા વાલ્કરની હત્યા કરવાનો આરોપ હતો, તેના શરીરના ૩૫ ટુકડા કરીને તેને ૩૦૦ લિટરના ફ્રીજમાં રાખ્યા હતા. દક્ષિણ દિલ્હીમાં તેણીના મહેરૌલી નિવાસસ્થાનમાં ત્રણ અઠવાડિયા સુધી શહેરના જુદા જુદા વિસ્તારમાં શરીરના ટૂકડા રાખવા અને તેનો નિકાલ કરવાનો આરોપ છે. આફતાબ પૂનાવાલાની ૧૨ નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ સમયગાળો ૧૭ નવેમ્બરે વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૨૬ નવેમ્બરે ૧૩ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ નાર્કો ટેસ્ટ શું છે તે જાણો છો ખરા?.. તે જાણો.. ‘નાર્કો’ ટેસ્ટમાં સોડિયમ પેન્ટોથલ, સ્કોપોલામિન અને સોડિયમ એમાયટલ જેવી દવાઓ આપવામાં આવે છે, જે વ્યક્તિને એનેસ્થેસિયાની અસરના વિવિધ તબક્કામાં લઈ જાય છે. હિપ્નોટિક તબક્કામાં, વ્યક્તિ સંપૂર્ણપણે સભાન હોતી નથી અને તે આવી માહિતી આપે તેવી શક્યતા વધુ હોય છે, જે તે સામાન્ય રીતે સભાન હોય ત્યારે જણાવતો નથી. તપાસ એજન્સીઓ આ પરીક્ષણનો ઉપયોગ ત્યારે કરે છે જ્યારે અન્ય પુરાવાઓથી કેસની સ્પષ્ટ તસવીર મળી શકતી નથી.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *