Delhi

આયરલેન્ડનો જાેશ લિટલ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં બોલર તરીકે જાેડાયો

નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૫મી સીઝનનું બ્યુગલ વાગી ગયું છે. આઈપીએલ ૨૦૨૨ ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં એક નવા ખેલાડીનો પ્રવેશ થયો છે. આયર્લેન્ડનો યુવા ફાસ્ટ બોલર ઝ્રજીદ્ભ ની ટીમ સાથે જાેડાયો છે. આયર્લેન્ડ ક્રિકેટે આ જાણકારી આપી છે. ૨૨ વર્ષીય આયર્લેન્ડનો ફાસ્ટ બોલર જાેશ લિટલ આઈપીએલ ૨૦૨૨ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાં નેટ બોલર તરીકે જાેડાયો છે. જાેશ લિટલ મેગા ઓક્શનમાં પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેની મૂળ કિંમત ૫૦ લાખ રૂપિયા હતી. પરંતુ જાેશ લિટલને આઈપીએલ ૨૦૨૨ની હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યું ન હતું. આયર્લેન્ડ ક્રિકેટે ટિ્‌વટ કરીને જણાવ્યું કે, “અભિનંદન જાેશ લિટલ, જેને આઈપીએલ ૨૦૨૨ના પ્રારંભિક તબક્કામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કામ કરવાની તક મળી છે. નેટ બોલર તરીકે ઝ્રજીદ્ભ માટે સારો અનુભવ મળશે.” ચેન્નાઈ સુપર કિંગ્સની સંપૂર્ણ ટીમઃ રોબિન ઉથપ્પા (રૂ. ૨ કરોડ), ડ્‌વેન બ્રાવો (રૂ. ૪.૪૦ કરોડ), અંબાતી રાયડુ (રૂ. ૬.૭૫ કરોડ), દીપક ચહર (રૂ. ૧૪ કરોડ), કેએમ આસિફ (૨૦ લાખ), તુષાર દેશ પાંડે (૨૦ લાખ), શિવમ દુબે (૪ કરોડ), મહેશ દિક્ષાના (૭૦ લાખ), સિમરજીત સિંહ (૨૦ લાખ), ડેવોન કોનવે (૧ કરોડ), ડ્‌વેન પ્રિટોરિયસ (૫૦ લાખ), રાજવર્ધન હંગરગેકર (૧.૫૦ કરોડ), મિશેલ સેન્ટનર (૧.૯૦ કરોડ), એડમ મિલ્ને (૧.૯૦ કરોડ), સુભ્રાંશુ સેનાપતિ (૨૦ લાખ), મુકેશ ચૌધરી (૨૦ લાખ) અને પ્રશાંત સોલંકી (૨૦ લાખ), ભગત વર્મા (૨૦ લાખ), ક્રિસ જાેર્ડન (૩.૬૦ કરોડ), એન જગદીસન (૨૦ લાખ) અને સી હરિ નિશાંત (૨૦ લાખ), રવિન્દ્ર જાડેજા (૧૬ કરોડ), એમએસ ધોની (૧૨ કરોડ), મોઈન અલી (૮ કરોડ) અને ઋતુરાજ ગાયકવાડ (૬ કરોડ).

Cricketer-Josh-Little.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *