ન્યુદિલ્હી
યોગી આદિત્યનાથ દિલ્હીમાં રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ સાથેની મુલાકાત બાદ યોગી વડાપ્રધાન નિવાસસ્થાને ઁસ્ મોદીને મળ્યા. આ યોગીની યુપીના પરિણામ બાદ પહેલી મુલાકાત હતી. લગભગ દોઢ કલાક સુધી ચાલેલી બેઠકમાં યોગી ૨.૦ કેબિનેટની સંપૂર્ણ રૂપરેખા નક્કી કરાઈ છે. યોગી આદિત્યનાથે વડાપ્રધાનને શપથ ગ્રહણ સમારંભમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, ‘આજે યોગીજી સાથે મુલાકાત થઈ. તેમને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત માટે અભિનંદન આપ્યા. છેલ્લાં ૫ વર્ષમાં તેઓએ જન આંકાક્ષાઓને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યના વિકાસને વધુ ઉંચાઈએ લઈ જશે.’ આ ટ્વીટ પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે યોગી જ ેંઁના ઝ્રસ્ બનશે. વડાપ્રધાન મોદીની સાથે યોગીએ નવી કેબિનેટ અંગે ચર્ચા કરી. માનવામાં આવે છે કે નવી કેબિનેટમાં ૨૦૨૪ની તૈયારીઓ પણ જાેવા મળશે.જાતિય સમીકરણની સાથે ક્ષેત્રીય સમીકરણોને પણ સાધવામાં આવશે. આ દરમિયાન ચૂંટણીમાં છોડવામાં આવેલા જાનવરોની મુશ્કેલીનો વિકલ્પ અને શેરડીનો પાક લેતાં ખેડૂતોને ૧૪ દિવસની અંદર ચુકવણી કરવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપવા અંગે ધ્યાન આપવામાં આવશે. ઁસ્ સાથેની મુલાકાત બાદ યોગીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. જે બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે. દ્ગડ્ઢછના સહયોગી અપના દળ અને નિષાદ પાર્ટી સાથે સામંજસ્ય કઈ રીતે બનાવવામાં આવે? ેંઁની નવી સરકારના મંત્રીમંડળમાં કોણ સામેલ થશે, શપથ ગ્રહણ ક્યારે થશે, આ મુદ્દે પણ ચર્ચા. હોળી પછી ૨૧ માર્ચે શપથ ગ્રહણ સમારંભ થઈ શકે છે. પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવે પણ આવા જ સંકેત આપ્યા. આ પહેલાં ેંઁ સદનમાં યોગીનું જાેરદાર સ્વાગત થયું. યોગીએ સૌપ્રથમ રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. લગભગ દોઢ કલાક સુધીના મંથનમાં આસામના પૂર્વ ઝ્રસ્ અને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહ્યાં. જે બાદ યોગીએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ સાથે મુલાકાત કરી. યોગીએ ઉપરાષ્ટ્રપતિને ેંઁ ચૂંટણી અને વિકાસ કાર્યો અંગે જાણકારી આપી. નાયડૂ સાથેની મુલાકાત બાદ યોગીએ ટ્વીટ કર્યું- ‘તમારી સાથે મુલાકાત સદૈવ નવી ઉર્જા આપે છે. તમારો કિંમતી સમય આપવા માટે હાર્દિક આભાર માનનીય ઉપરાષ્ટ્રપતિજી. યોગી આદિત્યનાથની સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ દિલ્હી જશે તેવી ચર્ચા હતી પરંતુ તેઓ ન ગયા. સંગઠન મંત્રી સુનીલ બંસલ અને ેંઁના પ્રભારી રાધામોહન સિંહ પણ દિલ્હી ગયા છે. સંજય નિષાદ પણ દિલ્હી પહોંચ્યા છે. ભાજપ ડેપ્યુટી સીએમ અને મંત્રીઓના નામ માટે યોગ્યતા, જાતિ અને પ્રાદેશિક સંતુલનનો આધાર રાખશે. આ વખતે ડેપ્યુટી સીએમ માટે સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યના નામની ચર્ચા છે. જાે કે આ અંગેનો અંતિમ ર્નિણય ભાજપની કેન્દ્રીય નેતૃત્વએ લેવાનો છે. બેબી રાની મૌર્ય જાટ સમુદાયની છે. તેમને ઉત્તરાખંડના રાજ્યપાલ પદ પરથી પાર્ટીએ રાજીનામું અપાવીને ચૂંટણી લડાવી હતી.
