Delhi

ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બેટીંગમાં કમાલ દેખાડ્યો

નવીદિલ્હી
આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં પહેલીવાર આવું કંઈક છેલ્લી ૧૪ સીઝનમાં જાેવા મળ્યું ન હતું. પ્રથમ વખત ૧૦મા અને ૧૧મા નંબરના બેટ્‌સમેને આવી ઈનિંગ રમી, જે પહેલા ક્યારેય જાેવા મળી ન હતી. ૧૦મા અને ૧૧મા નંબરના બેટ્‌સમેન, જેમણે બેટથી અલગ જ ધમાલ મચાવી હતી, તે બંને ખેલાડી કોલકાતા નાઈટ રાઈડર્સના છે. ભલે ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ હારી ગઈ. પરંતુ, ટીમની હારમાં પણ તે બંને ખેલાડીઓ આઈપીએલના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવામાં સફળ રહ્યા. કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની પ્રથમ મેચમાં ૧૨૮ રન બનાવ્યા હતા. જેમાં ૧૦ અને ૧૧માં નંબરના બેટ્‌સમેનોએ ૨૭ રનની ભાગીદારી કરીને યોગદાન આપ્યું હતું. દ્ભદ્ભઇ માટે યોગદાન આપનાર ૧૦મા અને ૧૧મા નંબરના બેટ્‌સમેન ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ઉમેશ યાદવે ૧૨ બોલમાં ૧૮ રન બનાવ્યા હતા. બીજી તરફ વરુણ ચક્રવર્તી ૧૬ બોલમાં ૧૦ રન બનાવીને અણનમ રહ્યો હતો. ૈંઁન્ના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦ અને ૧૧મા નંબરના બેટ્‌સમેને એક જ ઈનિંગમાં બે અંકમાં રન બનાવ્યા છે. ૧૦૧ રનમાં ટીમની ૯ વિકેટ પડી ગયા બાદ અંતે તેમની ઈનિંગનું પરિણામ હતું કે દ્ભદ્ભઇ પણ ૧૨૮ રન સુધી પહોંચવામાં સફળ રહી. ઉમેશ અને વરુણ વચ્ચેની ૨૭ રનની ભાગીદારી માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઇઝ્રમ્ સામેની મેચમાં જ નહીં પરંતુ ૈંઁન્ ૨૦૨૨માં ૧૦મી વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે. વરુણ ચક્રવર્તીએ પોતાની ઇનિંગમાં ૧૬ બોલનો સામનો કર્યો હતો. આ સાથે તેણે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. ૧૧મા નંબર પર બેટિંગ કરીને તે ૈંઁન્ ની એક ઇનિંગમાં સૌથી વધુ બોલનો સામનો કરનાર ખેલાડી બની ગયો છે. આ મામલામાં તેણે ૨૦૧૦માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ૧૧માં નંબર પર બેટિંગ કરતી વખતે ૧૫ બોલનો સામનો કરનાર ઈશાંત શર્માનો રેકોર્ડ તોડ્યો હતો. આ મામલામાં મોહમ્મદ સિરાજ ત્રીજા નંબર પર છે.

Umesh-Yadav-and-Varun-Chakravarthy-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *