નવીદિલ્હી
અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની ઓનલાઈન નોંધણી એપ્રિલથી શરૂ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ગુરુવારે આ માહિતી આપી હતી. એપ્રિલથી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા અમરનાથ યાત્રા માટે યાત્રિકોની નોંધણી શરૂ કરવાની જાહેરાત કરતા શ્રાઈન બોર્ડે કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના હિમાલય વિસ્તારમાં આવેલા તીર્થસ્થાનમાં યાત્રાળુઓની અવરજવર માટે ઇહ્લૈંડ્ઢ આધારિત ટ્રેકિંગ કરવામાં આવશે. જમ્મુના ડિવિઝનલ કમિશનર રાઘવ લેંગરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જીછજીમ્ના એડિશનલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ સિંહે આગામી યાત્રાની વ્યવસ્થાઓની સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું કે, ‘એપ્રિલ ૨૦૨૨ મહિનામાં અમરનાથ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે. દૈનિક ૨૦,૦૦૦ રજિસ્ટ્રેશન શરૂ થશે. તેમણે કહ્યું કે, મુસાફરીના દિવસોમાં નિયુક્ત કાઉન્ટર પર સ્થળ પર નોંધણી પણ કરવામાં આવશે. રાહુલ સિંહે કહ્યું કે, અમરનાથ યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બોર્ડે આ વર્ષની યાત્રા દરમિયાન વાહનો અને યાત્રાળુઓની અવરજવર પર નજર રાખવા માટે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશનનો ઉપયોગ કરવાનો ર્નિણય લીધો છે.