Delhi

એમ.એસ.ધોની કેપ્ટન બનતા જ ચેન્નાઈની ટીમે જીત હાંસલ કરી

નવીદિલ્હી
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઋતુરાજ ગાયકવાડ આજે ફોમમાં દેખાઈ રહ્યો હતો. તેણે મેદાનમાં બધી બાજુએ શોટ માર્યા પરંતુ સદી પૂર્ણ કરવાથી ચૂકી ગયો. તેમે ૯૯ રનની ઇનિંગ રમી. ડેવોન કોનવેએ ૮૫ રનની ઇનિંગ રમી. જ્યારે કેપ્ટન ધોની ૮ રન અને રવીન્દ્ર જાડેજા ૧ રન બનાવી શક્યા. ઓપનિંગ જાેડીના કારણે સીએસકેની ટીમ મોટો સ્કોર કરી શકી હતી. સીએસકે બે વિકેના નુકસાન પર ૨૦૨ રન બનાવ્યા હતા. ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુકેશ ચોધરીએ શાનદાર બોલિંગ કરી. તેણે ચાર ઓવરમાં માત્ર ૪૬ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. જ્યારે ડવેન પ્રિટોરિયસ અને મિચેલ સેંટનરે ૧-૧ વિકેટ લીધી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી હતી. ટીમના કેપ્ટન કેન વિલિયમસને ૪૭ રન બનાવ્યા. જ્યારે ઓપનર અભિષેક શર્માએ શરૂઆતમાં આક્રામક બેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લાંબા સમય સુધી ટીક શક્યો નહીં. તે માત્ર ૩૯ રન બનાવી આઉટ થઈ ગયો. રાહુલ ત્રિપાઠીએ તો ખાતુ પણ ખોલાવ્યું નહીં. એડમ માર્કરમે ૧૭ રન અને શંશાક સિંહે ૧૫ રન બનાવ્યા. જાે કે, નિકોલસ પુરને શાનદાર અર્ધસદી ફટકારી પરંતુ તે પોતાની ટીમને જીતાડી શક્યો નહીં. તો બીજી તરફ ચેન્નાઈની કેપ્ટનશીપ સંભાળતાની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમમાં બે મોટા ફેરફાર કર્યા હતા. એમએસ ધોનીએ શિવમ દુબે અને ડ્‌વેન બ્રાવોને બહારનો રસ્તો દેખાળ્યો હતો. ત્યારે દુબેની જગ્યાએ ડેવોન કોન્વે અને બ્રાવોની જગ્યાએ સિમરજીત સિંહને સામેલ કર્યો હતો.ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલની ૪૬ મી મેચ રમાઈ હતી. આ મેચમાં એમએસ ધોની ચેન્નાઈની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. જાે કે સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા ટોસ જીતી બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ત્યારબાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી સીએસકેની ટીમે વિરોધી ટીમને ૨૦૩ રનનો ટાર્ગેટ આપ્યો આપ્યો હતો. ત્યારે ધોનીના કેપ્ટન બનતાની સાથે જ સીએસકેએ આ મેચ ૧૩ રનથી જીતી લીધી છે.

IPL-2022-MS-Dhoni-Ravindra-Jadeja-Captaincy-Chennai-Super-Kings-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *