Delhi

એલઆઈસીનો ૧૭મેના રોજ લિસ્ટીંગ થશે લોકોનો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે

નવીદિલ્હી
એલઆઈસીનો શેર ૧૦-૧૨ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. સભરવાલનો અંદાજ સાચો ઠરે તો ૧૭મી મેનો દિવસ અનેક રોકાણકારો માટે ખુશી મનાવવાનો દિવસ હશે. આઈપીઓને પૉલિસીધારકો અને રિટેલ રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. પૉલિસીધારકો માટે અનામત હિસ્સો છ ગણો ભરાયો છે. બજાર નિષ્ણાતોએ જણાવ્યું કે, પૉલિસીધારકોને કંપની યથાપ્રમાણ (પ્રપૉર્શનેટ) શેર અલોટ કરી શકે છે. એટલે કે આ કેટેગરીમાં રોકાણકારોને કંઈકને કંઈક તો મળશે. બીજી અર્થ એવો પણ થાય કે જે લોકોએ વધારે શેર માટે બોલી લગાવી હશે તેમને વધારે શેર મળશે, જેમણે ઓછા શેર માટે બોલી લગાવી હશે તેમને ઓછા શેર મળશે. એલઆઈસીએ પોલિસીધારકોને પ્રતિ શેર ૬૦ રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ રીતે પૉલિસીધારકોને એલઆઈસીનો એક શેર ૮૮૯ રૂપિયાની કિંમત પર પડશે. જાે એલઆઈસીનો આઈપીઓ ૧૦ ટકા પ્રીમિયમ પર લિસ્ટ થાય તો તેનો મતલબ એવો થયો કે કટ ઑફ કિંમત ૯૪૯ રૂપિયા પર ૯૪ રૂપિયા પ્રીમિયમ મળશે. આ રીતે ૬૦ રૂપિયા ડિસ્કાઉન્ટ અને ૯૪ રૂપિયાનું પ્રીમિયમ જાેડતા રોકાણકારને પ્રતિ શેર ૧૫૪ રૂપિયાનો ફાયદો થાય જાે કોઈ પૉલિસીધારકને ૧૦ શેર અલોટ થાય છે તો તેને ૧,૫૪૦ રૂપિયાનો ફાયદો થશે. આ વાત એવા લોકો માટે ખુશીના સમાચાર છે જેમણે લિસ્ટિંગ ગેન માટે ઇશ્યૂમાં બીડ કરી હતી. એનએસડીએલ અને સીડીએસએલના આંકડા પરથી એવું માલુમ પડે છે કે છેલ્લા ચાર મહિનામાં એક કરોડથી વધારે ડીમેટ ખાતા ખુલ્યા છે. જેમાં મોટાભાગના એવા લોકો સામેલ છે, જેમણે ફટાફટ નફો રળવા માટે અરજી કરી છે. આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે ગ્રે માર્કેટમાં હાલ એલઆસીના એક શેર પર ત્રણ ટકા પ્રીમિયમ ચાલી રહ્યું છે. એટલે કે એલઆઈસીના એક શેર પર ૩૦ રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે. એ રીતે એલઆઈસીનો એક શેર અનલિસ્ટેડ માર્કેટમાં ૯૭૯ (૯૪૯ ૩૦) રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આઈપીઓ લોંચ થયા બાદ એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.એલઆઈસીનો આઈપીઓ અંતિમ દિવસ સુધી એટલે કે ૯ મે સુધી ત્રણ ગણો (૨.૯૩ ગણો) ભરાયો છે. હવે રોકાણકારોની નજર બે વાત પર રહેશે. રોકાણકારો એવું જાણવા ઉત્સુક હશે કે તેમને શેર લાગે છે કે નહીં. બીજું કે ૧૭મી તારીખે આઈપીઓનું લિસ્ટિંગ કેવું રહે છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શેર બજારના નબળા સેન્ટિમેન્ટને પગલે એલઆઈસીનો આઈપીઓ વધારે પ્રીમિયમ સાથે લિસ્ટ થવાની સંભાવના નથી. જાેકે, આઈપીઓનું લિસ્ટિંગ ૧૦-૧૫ ટકાના પ્રીમિયમ પર થશે તેવી આશા ચોક્કસ રાખી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *