Delhi

ઓપરેશન ગંગા હેઠળ ૨૨,૫૦૦ વિદ્યાર્થીઓને ભારત પરત લવાયા ઃ વિદેશમંત્રી

નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આજે ૨૦મા દિવસે પણ ચાલુ છે. બંને દેશો વચ્ચેના યુદ્ધે યુક્રેનમાં માનવીય સંકટ સર્જ્‌યું છે. લોકો પાસેથી તેમનું ઘર આંચકી લેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, ‘ઓપરેશન ગંગા’ હેઠળ યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ૨૨ હજારથી વધુ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. આજે, વિદેશ મંત્રી એસ જયશંકરએ રાજ્યસભામાં ભારતીયોના સુરક્ષિત સ્થળાંતરના મુદ્દાઓ પર પોતાનું નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું કે, ગંભીર સંઘર્ષના કારણે ઊભા થયેલા પડકારો છતાં, અમે સુનિશ્ચિત કર્યું કે લગભગ ૨૨,૫૦૦ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પરત ફરે. વડાપ્રધાન મોદીના નિર્દેશ પર, અમે ઓપરેશન ગંગા શરૂ કર્યું, જે આ સંઘર્ષની પરિસ્થિતિ દરમિયાન હાથ ધરવામાં આવેલા સૌથી મુશ્કેલ ઓપરેશનમાંથી એક હતું. જેમાંથી ૭૬ સિવિલિયન ફ્લાઈટ્‌સ અને ૧૪ આઈએએફ ફ્લાઈટ્‌સ હતી. ઇવેક્યુએશન ફ્લાઇટ્‌સ રોમાનિયા, પોલેન્ડ, હંગેરી અને સ્લોવાકિયાની હતી. આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાએ પણ મદદ કરી હતી. એટલું જ નહીં, ઘણી ખાનગી એરલાઈન્સે પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જયશંકરે કહ્યું, પ્રધાનમંત્રી દ્વારા રોજેરોજ અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયમાં, અમે ૨૪/૭ ધોરણે સ્થળાંતર કામગીરી પર નજર રાખી હતી. અમને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, દ્ગડ્ઢઇહ્લ, ૈંછહ્લ, ખાનગી એરલાઇન્સ સહિત તમામ સંબંધિત મંત્રાલયો અને સંસ્થાઓ તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું. અત્યાર સુધી તે સંઘર્ષનું કેન્દ્ર રહ્યું છે. યુક્રેનમાંથી ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે ગૃહને જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે જાન્યુઆરીથી જ ભારતીય નાગરિકો માટે નોંધણી શરૂ કરી હતી, જેમાં ૨૦,૦૦૦ ભારતીયોએ નોંધણી કરાવી હતી, જેમાંથી મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. દૂતાવાસે ૧૫ ફેબ્રુઆરીના રોજ એક એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં સલાહ આપવામાં આવી હતી કે જેમણે યુક્રેનમાં રહેવું નથી તેઓ દેશ છોડી દે. તેના માટે ઓપરેશન ગંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઓપરેશન ગંગા હેઠળ માત્ર ભારતીયો જ નહીં પરંતુ નેપાળ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક વિદ્યાર્થીઓને પણ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

India-External-Affairs-Ministers-DR-S-Jaishankar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *