Delhi

ઓમ રાઉતની ‘આદિપુરુષ’ ફિલ્મની પૂરી ટીમની ફી વિષે ચર્ચામાં?!….

નવીદિલ્હી
ઓમ રાઉતની બહુચર્ચિત ફિલ્મ ‘આદિપુરુષ’ ઘણા સમયથી ચર્ચામાં છે. મોટા બજેટની આ ફિલ્મમાં સાઉથનો સુપરહિટ એક્ટર પ્રભાસ જાેવા મળશે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેના વિશે દર્શકોનો મિશ્રિત પ્રતિસાદ જાેવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ ‘રામ’, ક્રિતી સેનન ‘જાનકી’ અને સૈફ અલી ખાન ‘રાવન’ની ભૂમિકામાં જાેવા મળશે. શું તમે જાણો છો કે ફિલ્મમાં પોતાના પાત્રોમાં આ સ્ટાર્સે કેટલી ફી ચાર્જ કરી છે. ફિલ્મ ‘બાહુબલી’ અને ‘બાહુબલી ૨’ની સફળતા પછી પ્રભાસે પોતાની ફીમાં વધારો કર્યો હતો. આદિપુરુષ માટે તેણે મેકર્સની સામે ૧૦૦ કરોડ રૂપિયા ફીની ડિમાન્ડ કરી હતી અને પછી તેની આ ડિમાન્ડ પૂરી પણ કરવામાં આવી. ફિલ્મમાં તે રામની ભૂમિકામાં જાેવા મળશે. પ્રભાસ આ ફિલ્મનો સૌથી મોંઘો એક્ટર છે. ફિલ્મમાં પ્રભાસની અપોઝિટ ક્રિતિ સેનન જાેવા મળવાની છે જે જાનકીનો રોલ પ્લે કરી રહી છે. ક્રિતિ આ ફિલ્મ માટે ૩ કરોડ રૂપિયા ફી લઈ રહી છે. તેમજ રામ બાદ ફિલ્મમાં રાવનની ભૂમિકા પણ ઘણી ચર્ચામાં છે જેને સૈફ અલી ખાન પ્લે કરી રહ્યો છે. જાે કે, ટીઝર જાેયા પછી તેના લુકની મજાક ઉડી રહી છે પરંતુ તમને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે તે ૧૨ કરોડ રૂપિયા ફી વસૂલી રહ્યો છે. પ્રભાસ પછી સૌથી વધુ ફી લેનાર તે બીજાે એક્ટર છે.

Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *