Delhi

ઓસ્ટ્રેલિયાને થકાવવાનું નહીં પણ હરાવવાનું હતું ઃ શોએબ અખ્તર

નવીદિલ્હી
મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમની શાનદાર ઇનિંગ્સના આધારે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની કરાચી ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પણ ડ્રો રહી હતી. બાબરની ૧૯૬ રનની ઇનિંગના કારણે પાકિસ્તાન બીજી ઇનિંગમાં ૪૦૦ રનનો સ્કોર પાર કરી શક્યું હતું. પાકિસ્તાની ચાહકો સોશિયલ મીડિયા પર ટીમના જાેરદાર વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ટીમનો સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તર પણ પોતાની ટીમના પ્રદર્શનથી ખુશ છે પરંતુ તેણે મેચની પિચને લઈને પીસીબી પર સવાલો ઉઠાવ્યા છે. બીજી ટેસ્ટ મેચમાં બંને ટીમોએ જાેરદાર સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૫૫૬ રન બનાવ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાને બીજી ઇનિંગમાં ૪૪૩ રન બનાવ્યા હતા. શોએબનું માનવું છે કે પીસીબીએ એવી પિચ બનાવી જેના પર ઘણા રન બનાવ્યા પરંતુ પરિણામ આવ્યું નહીં. અખ્તરના મતે ટીમ ડ્રો કરતાં હારતી તો સારું હતું. ઓછામાં ઓછું તેઓ આમાંથી કંઈક શીખ્યા હોત. શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર ટીમની હાર બાદ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીકાનો સામનો કરવો પડશે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત આ બોલરે કહ્યું, ‘તમે એટલી થાકેલી વિકેટ બનાવી છે કે તેને જાેઈને કોઈપણ નિંદર આવી શકે છે. આ એક ઐતિહાસિક સીરિઝ છે. તો આટલી થાકેલી પીચ બનાવીને તમે શું સાબિત કરવા માંગતા હતા? તમારી પાસે શાહીન આફ્રિદી જેવા ફાસ્ટ બોલર છે, તો પછી તમારા વિચારો શું છે. તે મારા સમયે પણ થતું હતું.’ ‘ત્રીજી ટેસ્ટ માટે એવી પીચ બનાવવાની જરૂર છે જે પરિણામ આપે, ભલે આપણે હારીએ. જાે તમે હારી જાઓ તો શું થશે? આપણે કંઈક શીખીશું, ઓછામાં ઓછું કંઈક યોગ્ય તો કરીશું. તમે ૫૦૦ રન બનાવી રહ્યા છો. જેવી પીચ ભારતના પ્રવાસ દરમિયાન બનાવવામાં આવતી હતી. તે લોકો આવતા હતા અને ૫૦૦-૫૦૦ રન લેતા હતા. સેહવાગ એકલો ૩૦૦ રન બનાવતો હતો. હું બેટ્‌સમેન પાસેથી તેમના માટે શ્રેય લેવા નથી માંગતો પરંતુ તમે બોલરો માટે પણ કઇક કરો.” તેણે ૧૯૬ રનની ઇનિંગ રમનાર બાબર આઝમની પ્રશંસા કરી હતી. શોએબે કહ્યું, ‘બાબરે શાનદાર રમત બતાવી. એ પાકિસ્તાનનો સ્ટાર બેટ્‌સમેન છે. તેને જાેઈને બાળકો ક્રિકેટ રમવા લાગશે. મને દુઃખ છે કે તે બેવડી સદી ફટકારી શક્યો નથી. જાે કે તે કંઈક એવું કરી રહ્યો છે કે જેથી આવનારા સમયમાં દેશને ઘણા નવા ખેલાડીઓ મળશે.”

Sohib-Akhatar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *