Delhi

કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છતાં બેલગાવી વિવાદ ઉકેલાતો નથી

નવીદિલ્હી
કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે સીમા વિવાદ સ્વતંત્રતા બાદ ૧૯૫૬માં ભાષાઇ આધાર પર રાજયોના પુનર્ગઠન બાદથી દરેક ડિસેમ્બરમાં તેજી પકડી લે છે. આવું એટલા માટે કારણ કે કર્ણાટકમાં આયોજિત થનાર કર્ણાટક વિધાનસભાનું શિયાળુ સત્ર બેલગાવી શહેરમાં આયોજીત કરવામાં આવે છે જેના પર મહારાષ્ટ્ર દાવો કરે છે. ૧૯ ડિસેમ્બરથી શરૂ થનાર કર્ણાટક વિધાનમંડળના શિયાળુ સત્રની સાથે ૬૫ વર્ષ જુનો વિવાદનું તાપમાન ફરી વધી ગયો છે.જાે કે એવો સંકેત છે કે બેલગાવીમાં આ વર્ષ ૨૦૨૧વાળી સ્થિતિ ઉત્પન્ન થશે નહીં એ યાદ રહે કે વર્ષ ૨૦૨૧માં આ સમય મહારાષ્ટ્ર સમર્થક અને કર્ણાટક સમર્થક સમૂહોની વચ્ચે અથડામણ થઇ હતી તે સમયે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી(એમવીએ)ની સરકાર હતી ૩ ડિસેમ્બરે મહારાષ્ટ્રના મંત્રીઓના એક પ્રતિનિધિમંડળ દ્વારા કેટલાક વિવાદિત ક્ષેત્રોના પ્રસ્તાવિત પ્રવાસ પર પણ ચિંતા વ્યકત કર્યા બાદ આ પ્રવાસ રદ થઇ ગયો હતો.કન્નડ સમર્થક કાર્યકર્તાઓએ માંગ કરી હતી કે રાજય સરકારને પ્રતિનિધિમંડળને બેલાગવી જીલ્લાના ગામોમાં જવાની મંજુરી આપવાનો ઇન્કાર કરવો જાેઇએ જેના પર મહારાષ્ટ્ર દાવો કરે છે. પ્રતિનિધિમંડળ શાહપુરમાં છત્રપતિ શિવાજી મહારાજ ગાર્ડન અને બેલગાવી જીલ્લાના હિંડાલ્ગામાં શહીદ સ્મારકનો પ્રવાસ કરનાર હતું તેની સાથે જ પ્રતિનિધિમંડળને મહાષ્ટ્ર દ્વારા દાવા કરવામાં આવેલા ગામોનો પ્રવાસ કરવો,મહારાષ્ટ્ર એકીકરણ સમિતિના નેતાઓને મળવું અને ૧ જુન ૧૯૮૬ના રોજ કર્ણાટકની સ્કુલોમાં કન્નડને અનિવાર્ય ભાષા બનાવવાના વિરોધ દરમિયાન પોલીસની ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવાનો પણ કાર્યક્રમ હતો. કર્ણાટક સમર્થક સમૂહોએ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મબઇને પત્ર લખ્યો હતો કે તે રાજયના વરિષ્ઠ મંત્રીઓના એક પ્રતિનિધિમંડળને મહારાષ્ટ્રના કન્નડ ભાષી ક્ષેત્રોમાં મોકલે જેથી મહાષ્ટ્રના મંત્રીઓની યાત્રાનો મુકાબલો કરી શકાય જાે કે કર્ણાટકના મુખ્યમંત્રીએ સંકેત આપ્યો હતો કે રાજયની ભાજપ સરકાર સીમા વિવાદના મુદ્દા પર ભાવનાઓ ભડકાવવાની ઇચ્છુક નથી કર્ણાટકના મુખ્ય સચિવે મહારાષ્ટ્રમાં પોતાની સમકક્ષને એક ફેકસ સંદેશમાં કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું કે સીમા વિવાદને લઇ બંન્ને રાજયોની વચ્ચે વર્તમાન સ્થિતિને જાેતા મહારાષ્ટ્રના મંત્રીઓ માટે બેલાગવીનો પ્રવાસ કરવો યોગ્ય નથી. મુખ્યમંત્રી બોમ્મઇએ કહ્યું કે કર્ણાટક સરકાર અતીતની જેમ બેલગાવી ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવા માટે પગલા ઉઠાવશે ઉદાહરણ માટે ૨૦૨૧માં કર્ણાટકમાં ભાજપ સરકારે અનેક શિવસેના નેતાઓને બેલગાવીમાં પ્રવેશ કરતા રોકી દીધા હતાં જે દિવસે કર્ણાટક વિધાનસભા સત્ર શરૂ થનાર હતું.મહારાષ્ટ્ર એકીકરણ સમિતિ જેની રચના બેલગાવીમાં મરાઠી ભાષી ગામોને મહારાષ્ટ્ર ( ૧૯૫૬ રાજયોના પુનર્ગઠનના વિરોધમાં)ની સાથે એકીકૃત કરવાના સિંગલ પોઇટ એજન્ડા માટે કરવામાં આવ્યું હતું તેનો પણ આધાર ઓછો થઇ રહ્યો છે કારણ કે તેના અનેક નેતાઓએ સંગઠન છોડી દીધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *