Delhi

કર્મચારી ભવિષ્ય નિધિ યોજના ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવશે

નવીદિલ્હી
કર્મચારી ભવિષ્ય નિધિમાં નિષ્ક્રિય ખાતાઓમાં કુલ ૩૯૩૦.૮૫ કરોડ રૂપિયા જમા છે. શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે સુશીલ કુમાર મોદીના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં કોઈ દાવા વગરની થાપણ નથી. કર્મચારી ભવિષ્ય નિધિ યોજના ૧૯૫૨ મુજબ કેટલાક ખાતાઓને નિષ્ક્રિય ખાતા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. યાદવે કહ્યું કે આવા તમામ નિષ્ક્રિય ખાતાઓમાં ચોક્કસપણે દાવેદારો છે. ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ આવા નિષ્ક્રિય ખાતાઓમાં જમા થયેલી કુલ રકમ રૂ. ૩૯૩૦.૮૫ કરોડ છે.કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં જમા કરાયેલ રૂ. ૨.૫ લાખથી વધુ રકમ પર મળતું વ્યાજ હવે કરપાત્ર છે. ૧લી એપ્રિલ ૨૦૨૨થી પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ પર નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. મતલબ કે ૧ એપ્રિલ ૨૦૨૨થી તમારા ઈદ્બॅર્ઙ્મઅીીજ’ ઁિર્દૃૈઙ્ઘીહં હ્લેહઙ્ઘ ર્ંખ્તિટ્ઠહૈજટ્ઠંર્ૈહ – કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં જમા કરાયેલા નાણાં પર મળેલા વ્યાજ પર ટેક્સની ગણતરી કરવામાં આવશે. ફાયનાન્સ એક્ટ ૨૦૨૧માં નવી જાેગવાઈ ઉમેરવામાં આવી છે. જાે કોઈ કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં નાણાકીય વર્ષમાં રૂ. ૨.૫ લાખથી વધુનું યોગદાન આપે છે તો રૂ. ૨.૫ લાખથી વધુની થાપણો પર મળતા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે.ચાલો સમજીએ કે નવો નિયમ શું છે? આ તમને કેટલી અને કેવી અસર કરશે? કરપાત્ર અને બિન-કરપાત્ર કર્મચારી ભવિષ્ય નિધિ પર ્‌ડ્ઢજી કેવી રીતે કાપવામાં આવશે? પ્રોવિડન્ટ ફંડ ખાતાનો વધુ લાભ લેનારાઓને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ફાયનાન્સ એક્ટ ૨૦૨૧માં નવી જાેગવાઈ ઉમેરવામાં આવી છે. જાે કોઈ કર્મચારી પ્રોવિડન્ટ ફંડમાં નાણાકીય વર્ષમાં રૂ. ૨.૫ લાખથી વધુનું યોગદાન આપે છે તો રૂ. ૨.૫ લાખથી વધુની થાપણો પર મળતા વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડશે. ધારો કે જાે ખાતામાં રૂ. ૩ લાખ છે તો વધારાના રૂ. ૫૦,૦૦૦ પર મળતા વ્યાજ પર ટેક્સ લાગશે. હવે પ્રોવિડન્ટ ફંડમાં બે ખાતા હશે. પ્રથમ- કરપાત્ર ખાતું અને બીજું- કરપાત્ર ખાતું. બિન-કરપાત્રઃ સમજાે કે જાે કોઈ વ્યક્તિના કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં ૫ લાખ રૂપિયા જમા છે તો નવા નિયમ હેઠળ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી જમા કરાયેલી રકમ બિન-કરપાત્ર ખાતામાં જમા કરવામાં આવશે. આના પર કોઈ ટેક્સ લાગશે નહીં. કરપાત્રઃ જાે ચાલુ નાણાકીય વર્ષમાં કોઈના કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં રૂ. ૨.૫૦ લાખથી વધુ જમા કરવામાં આવે તો વધારાની રકમ પર મળતું વ્યાજ કરના દાયરામાં આવશે. બાકીની રકમ આની ગણતરી માટે કરપાત્ર ખાતામાં જમા કરવામાં આવશે. તેમાં મળતા વ્યાજ પર ટેક્સ કાપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *