Delhi

કાર્તિક આર્યનને પ્રપોઝ કરતી ફિમેલ ફેનનો વિડીયો વાયરલ

નવીદિલ્હી
કાર્તિક આર્યન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સૌથી યુવા કલાકારોમાંનો એક છે. અભિનેતાના ચાર્મિંગ લુકના લાખો ફેન છે. પરંતુ તાજેતરમાં કાર્તિક આર્યનને એક એવી ફિમેલ ફેન મળી જેણે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યુ. એટલું જ નહીં, આ ફેને અભિનેતાને મોટી રકમ આપવાની ઓફર પણ કરી હતી. તમને જણાવી દઈએ કે, કાર્તિકે તેના ઓફિશિયલ ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની એક નાની ફેન તેની સાથે ફિલ્મ ‘અર્જુન પાઠક’ના ડાયલોગમાં બોલી રહી છે. આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં કાર્તિકને લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે. કાર્તિકે તેના ઓફિશિયલ ઇન્સ્ટા પરથી એક વીડિયો ડ્રોપ કર્યો હતો, જેમાં તે તેની સુંદર ફેન ઇનાયત વર્મા સાથે જાેવા મળી રહ્યો છે. આ વીડિયોને કેપ્શન આપતા કાર્તિકે લખ્યું ‘ઝ્રેંીજં અર્જુન પાઠક.’ આ પોસ્ટ પર ઘણા લોકોની કમેન્ટ્‌સ આવવા લાગી. કેટલાકે કાર્તિકના વખાણ કર્યા તો કેટલાકે ઈનાયતની ક્યુટનેસની પ્રશંશા કરી, પરંતુ આ દરમિયાન એક ફિમેલ ફેને તેની કમેન્ટથી બધાનું ધ્યાન ખેંચ્યું. એક ફિમેલ ફેને કોમેન્ટ સેક્શન પર કાર્તિકને લગ્ન માટે પ્રપોઝ કર્યુ. કોમેન્ટમાં મહિલા ફેને કહ્યું ‘સારું, મારી સાથે લગ્ન કરો, હું ૨૦ કરોડ આપીશ.’ ખાસ વાત એ છે કે કાર્તિક આર્યનએ પણ આ કોમેન્ટનો ફની જવાબ આપતા પૂછ્યું ‘ક્યારે ?’ તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ પોતાના ચાહકો માટે સમય કાઢે છે.કાર્તિક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતા જાેવા મળે છે.

Kartik-Aryan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *