Delhi

કેન્દ્ર સરકાર અનેક મહત્વના બીલ રજૂ કરવાની કરી રહ્ય્ી છે તૈયારી

નવીદિલ્હી
સંસદનું શિયાળું સત્ર ૭ ડિસેમ્બરથી શરૂ થશે. સરકાર ઘણા મહત્વના બીલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે મળતી જાણકારી સરકાર જન્મ અને મરણનો ડેટાબેઝ રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર અપડેશનની મંજૂરી મેળવવા માટે બીલ રજૂ કરી શકે છે. આ બીલ રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના જન્મ અને મૃત્યુ ડેટાબેઝ જાળવી રાખવા અને એનપીઆરના અપડેટ કરવાની મંજૂરી આપે છે. જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ, ૧૯૬૯ માં સુધારો કરવા માટેનો ડ્રાફ્ટ બિલ ગયા વર્ષે ઓકટોબરમાં ગૃહ મંત્રાલય દ્વારા જાહેર ટિપ્પણીઓ અને સૂચનો માટે રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત બિલ મુજબ, ડેટાનો ઉપયોગ મતદાર યાદી, આધાર ડેટાબેઝ, રેશન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અપડેટ કરવા માટે પણ કરવામાં આવશે. સર્વપક્ષીય બેઠક સંસદના શિયાળુ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે. ૬ ડિસેમ્બરના રોજ તમામ રાજકીય પક્ષોની બેઠક મળશે, જેમાં સત્રની સંભવિત વિધાનસભાની કામગીરી અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જાેશીએ લોકસભા અને રાજ્યસભામાં રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલ્યા છે. સંસદનું શિયાળુ સત્ર ૭ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨૯ ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં ૧૭ બેઠકો થશે. લોકસભા અને રાજ્યસભાએ અલગ-અલગ જાહેરનામું બહાર પાડ્યું છે. આ દરમિયાન મહત્વની તારીખોની વિગતો પણ જાહેર કરવામાં આવી છે. સરકારે ૫ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે તમામ રાજકીય પક્ષોના વડાઓની બેઠક બોલાવી છે. આમાં સરકાર રાજકીય પક્ષોને જી-૨૦નું અધ્યક્ષપદ સંભાળવા માટે ભારતની રણનીતિ વિશે માહિતગાર કરશે. આ ખાસ બેઠકમાં હાજર રહેવા તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે.વડાપ્રધાન મોદી પણ થઈ શકે છે શામેલ સરકાર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જાેશી બેઠકમાં હાજરી આપશે. જી-૨૦ શેરપા અમિતાભ કાંત પણ આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. ભારત ૧ ડિસેમ્બરથી એક વર્ષ માટે જી-૨૦નું પ્રમુખપદ સંભાળશે.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *