Delhi

કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પરિયોજનાના ચેરમેન સતીશ અગ્નિહોત્રીને સસ્પેન્ડ કર્યા

નવીદિલ્હી
કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાના પ્રમુખ સતીશ અગ્નિહોત્રીને સસ્પેન્ડ કરી દીધા છે. અદિકારીઓએ કહ્યુ કે રાષ્ટ્રીય હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં કાર્યરત અગ્નિહોત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં તત્કાલ પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે. ૭ જુલાઈ, ૨૦૨૨ના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિનાના સમય માટે દ્ગૐજીઇઝ્રન્ માં ડાયરેક્ટર (પરિયોજના) ના રૂપમાં કાર્યરત ભારતીય રેલવે સેવા એન્જિનિયર રાજેન્દ્ર પ્રસાદને દ્ગૐજીઇઝ્રન્ મેનેજિંગ ડાયરેક્ટરના પદની જવાબદારી આપવામાં આવી છે. આ આદેશ કાર્યભાર ગ્રહણ કરવાની તારીખ કે આગામી આદેશ સુધી જે પણ પહેલા હશે લાગૂ પડશે. એનએચએસઆરસીએલના પ્રવક્તાએ આ મામલા પર કોઈ ટિપ્પણી કરી નથી. અગ્નિહોત્રી વિરુદ્ધ આરોપો વિશે પૂછવા પર રેલ મંત્રાલયના અધિકારીઓએ ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો. અગ્નિહોત્રી ૧૯૮૨ બેચના ૈંઇજીઈ અધિકારી છે અને તેમને પાછલા વર્ષે જુલાઈમાં દ્ગૐજીઇઝ્રન્ ના ઝ્રસ્ડ્ઢ બનાવવામાં આવ્યા હતા. રેલવેના અધિકારીઓએ કહ્યું કે અગ્નિહોત્રીને ૨૦૧૧માં થયેલા એક મામલા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મંત્રાલયના એક અધિકારીએ કહ્યું- લોકાયુક્તને ઘણી ફરિયાદો મળ્યા બાદ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ મામલા સાથે જાેડાયેલા એક અધિકારીએ નામ ન છાપવાની વિનંતી કરતા કહ્યું- ફરિયાદી અગ્નિહોત્રીના બેચમેટ છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે અગ્નિહોત્રી રેલ વિકાસ નિગમ લિમિટેડમાં હતા તો તેમણે તે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં તેમનો પુત્ર કામ કરતો હતો. અરજીકર્તાએ આરોપ લગાવ્યો હતો કે નિવૃત્તિ બાદ અગ્નિહોત્રી નક્કી સમયગાળા પહેલા એક ખાનગી કંપનીમાં સામેલ થઈ ગયા હતા.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *