Delhi

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ‘કૂતરા’ નિવેદનને લઈને થયો ભારે હોબાળો

નવીદિલ્હી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ‘કૂતરા’ નિવેદનને લઈને ભારે હોબાળો થયો છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીએ મંગળવારે કહ્યું કે અમે ભાજપ વિશે આપેલા આ નિવેદન માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની સખત નિંદા કરીએ છીએ. ખડગે કોંગ્રેસમાં માત્ર ‘રબર સ્ટેમ્પ’ની ભૂમિકા ભજવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જાેશીએ કહ્યું, મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે નિવેદન આપ્યું હતું. અમે તેની નિંદા કરીએ છીએ. આજે અસ્તિત્વમાં રહેલી કોંગ્રેસ ભૂતકાળની કોંગ્રેસ નથી, પરંતુ ઇટાલિયન કોંગ્રેસ છે. ખડગે રબર સ્ટેમ્પ છે. આ કોંગ્રેસ અસલી નથી પણ નકલી છે. મહાત્મા ગાંધીએ કોંગ્રેસને વિખેરી નાખવાની માંગ કરી હતી. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જાેશીએ કહ્યું કે કોંગ્રેસની માનસિકતા નીચલા સ્તરની છે. કોંગ્રેસે વીર સાવરકર અને સ્મૃતિ ઈરાની વિશે પણ આવી જ વાતો કહી. મને લાગતું હતું કે મલ્લિકાર્જુન ખડગે બુદ્ધિશાળી છે, પરંતુ આજે સાબિત થયું છે કે તેઓ એવા નથી. ઉલ્લેખનીય છે કે મલ્લિકાર્જુન ખડગે સોમવારે રાજસ્થાનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘અમારી પાર્ટીના નેતાઓએ દેશ માટે પોતાનો જીવ આપ્યો. તેમણે ભાજપને પૂછ્યું કે શું તમે પણ કોંગ્રેસના નેતાઓની જેમ દેશની આઝાદીમાં યોગદાન આપ્યું છે. શું તમારો કોઈ કૂતરો પણ દેશ માટે મરી ગયો? શું તમારા પરિવારના કોઈ સભ્યએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે? રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ખડગેએ નિવેદન આપીને પોતાની માનસિકતા અને ઈર્ષ્યા દર્શાવી છે. ગોયલે કહ્યું કે ગઈ કાલે ખડગેએ અલવરમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમના દ્વારા વપરાયેલી ભાષા દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમના નિવેદનની નિંદા કરું છું જેમાં તેમણે અભદ્ર ભાષા અને પાયાવિહોણી વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. હું આ નિવેદન પર તેમની પાસેથી માફીની માંગ કરું છું. જાે કે કોંગ્રેસે આ મામલે માફી માંગવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિવેદન સંસદની બહાર આપવામાં આવ્યું છે. એટલા માટે ગૃહમાં તેની ચર્ચા કરવાની જરૂર નથી. ખડગેએ કહ્યું, આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરો. હું હજુ પણ કહું છું કે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાજપની કોઈ ભૂમિકા નહોતી.

File-01-Page-12-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *