Delhi

કોંગ્રેસી નેતાઓ ભાજપમાં આવીને મળી મુખ્યમંત્રીની ખુરશી

નવીદિલ્હી
ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભાજપે બિપ્લવ દેબને હટાવીને ડો. માણિક સાહાને નવા સીએમ બનાવવાની જાહેરાત કરી છે. ડો.માણિક સાહા ૨૦૧૬માં કોંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થયા હતા. બીજેપીમાં જાેડાયા બાદ માણિકને ચાર વર્ષ બાદ ૨૦૨૦માં પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ બન્યા. હાલમાં રાજ્યસભા માટે પણ મનોનીત કરવામાં આવ્યા અને હવે નવા સીએમ તરીકે પણ પસંદગી થઈ. માનિક સાહા વ્યવસાયે એક ડેંટિસ્ટ છે અને તેમની છબી ખુબ જ સાફ માનવામાં આવી રહી છે.દેશની રાજનીતિમાં મોટો ઉલટફેર જાેવા મળી રહ્યો છે. ત્રિપુરામાં સીએમ બિપ્લબ દેબે શનિવારે સાંજે અચાનક રાજ્યપાલને રાજીનામું સોંપીને તમામને ચોંકાવી દીધા. સાંજે બીજેપી હાઈકમાન્ડે ત્રિપુરાના નવા સીએમનું નામ પણ બતાવી દીધું. જાેકે, બીજેપી શાસિત રાજ્યોની રાજનીતિમાં મોટો ઉલટફેર આ કોઈ પહેલો પ્રયોગ નથી. અગાઉ ઉત્તરાખંડ, ગુજરાત, કર્ણાટકમાં પણ ભાજપે ચોંકાવનારા ર્નિણય લીધા છે. તેની સાથે જ બીજેપીએ પૂર્વોત્તરમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. અહીં ૪ રાજ્યોમાં બીજેપીએ કોંગ્રેસ છોડીને આવેલા નેતાઓને મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન કર્યા છે. નેફિયૂ રિયો નાગાલેન્ડના ચોથી વાર મુખ્યમંત્રી બન્યા. તેમના નામે સૌથી વધુ વખત સીએમ બનવાનો રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે. રિયો કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા. તે ૨૦૦૨માં કોંગ્રેસથી અલગ થયા. તેમણે નાગાલેન્ડની સમસ્યા પર તત્કાલીન સીએમ એસસી જમીર સાથે મતભેદ હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ રિયોએ નાગા પીપુલ્સ ફ્રંટ (એનપીએફ)માં જાેડાયા. આ પાર્ટી રાજનૈતિક પક્ષો અને ભાજપા સાથે જાેડાયેલી હતી. તેમના નેતૃત્વમાં ડેમોક્રેટિક અલાયંસ ઓફ નાગાલેન્ડ (ડીએએન)ની રચના થઈ. આ ગઠબંધનને ૨૦૦૩માં વિધાનસભાની ચૂંટણી જીતી. સાથે કોંગ્રેસને ૧૦ વર્ષ બાદ સત્તામાંથી બહાર ફેંક્યા. નેફિયૂ રિયો પહેલીવાર નાગાલેન્ડના સીએમ બન્યા. ૨૦૦૮માં ડીએએને ગઠબંધનની સરકાર બનાવી અને રિયો સીએમ બન્યા. ૨૦૧૩માં નાગાલેન્ડમાં એનપીએફે બહુમતી મેળવી. રિયો ત્રીજી વખત સીએમ બન્યા. બાદમાં જાન્યુઆરી ૨૦૧૮માં એનપીએફે ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ રિયો નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાં સામેલ થયા. રિયોએ ૨૦૧૮માં ચૂંટણી પહેલા બીજેપી સાથે ગઠબંધન કર્યું હતું. ચૂંટણી જીત્યા પછી બીજેપીના સહયોગથી સીએમ બન્યા. નેફિયૂએ ૧૯૮૯માં રાજનૈતિક સફરની શરૂઆત કરી અને ૨૦૦૩-૦૮, ૨૦૦૮-૧૩ અને ૨૦૧૩-૧૪ દરમિયાન નાગાલેન્ડના સીએમ રહ્યા. એન.બીરેન સિંહે મણિપુરમાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ૨૦૧૬માં કોંગ્રેસનો પંજાે છોડીને બીજેપીના કમળમાં સામેલ થયા. રાજ્યમાં ૧૫ વર્ષ બાદ રાજ્યમાં બિન-કોંગ્રેસી સરકાર બની, ત્યારબાદ ભાજપે એન બિરેન સિંહને મુખ્યમંત્રી બનાવ્યા. એન.બીરેન મણિપુરમાં બેજીપીના પહેલા સીએમ બન્યા હતા. બીજેપી અને તેના સાથી પક્ષોના ૩૩ ધારાસભ્યોના સમર્થનથી વિધાનસભાના ફ્લોર ટેસ્ટમાં જીત મેળવીને બિરેને પોતાની શક્તિનો પરિચય દેખાડ્યો હતો. અગાઉ બીરેન સિંહ, ઈબોબી સિંહના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી હતી, પરંતુ તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આજ વર્ષે ૨૦૨૨ની ચૂંટણીમાં પણ મણિપુરમાં બીજેપીએ એન બીરેન સિંહના નેતૃત્વમાં ચૂંટણી લડી અને જીત પણ હાંસલ કરી . એન. બીરેન સિંહે ફૂટબોલ ખેલાડીથી કરિયર શરૂ કર્યું. બાદમાં સીમા સુરક્ષા બળ (બીએસએફ)માં સામેલ થયા. ત્યારબાદ પત્રકારિતા અપનાવી. એન બીરેન સિંહ હિંગાંગ બેઠક પરથી પાંચમી વખત ચૂંટણી જીત્યા છે. હિમંતા બિસ્વા સરમા વર્ષ ૨૦૨૧માં અસમના ૧૫મા સીએમ બન્યા. તેમણે સર્બાનંદ સોનાવાલના સ્થાને આ જવાબદારી સોંપવામાં આવી. હિમંતા ૨૦૧૫માં કોંગ્રેસથી નારાજ થઈને બીજેપીમાં જાેડાયા. ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણી અને ૨૦૧૯ના લોકસભાની ચૂંટણીમાં હિમંતા બિસ્વા સરમાનો જાેરદાર પ્રચાર અભિયાન બીજેપીની જીત માટે મુખ્ય કારણોમાંથી એક માનવામાં આવે છે. હિમંતા અસમનની જાલુકબારી વિધાનસભા બેઠકથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા. સોનોવાલની સરકારમાં હિમંતા બિસ્વા સરમા કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા. ૨૦૨૧ની ચૂંટણીમાં તેમણે ૧ લાખ, ૧૯૧૧ વોટના બમ્પર માર્જિનથી જીત મેળવી હતી. હિમંતાના કામને જાેઈને બીજેપીએ નોર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક અલાયંસના સંયોજક બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમણે પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં બીજેપીને સત્તા સુધી પહોંચાડવામાં તેમનું મોટું યોગદાન આપ્યું છે.

India-Tripura-CM-manik-shaha.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *