Delhi

કોંગ્રેસે તિરંગા સાથે પૂર્વ પીએમ નહેરુનો ફોટો ડીપીમાં મૂક્યો

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ડીપી ચેન્જ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. કોંગ્રેસે પોતાના ડીપીમાં તિરંગા સાથે પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુનો ફોટો લગાવ્યો છે. સ્વતંત્રતા દિવસ પહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ કોંગ્રેસે પ્રોફાઈલ ફોટામાં બદલાવ કર્યો છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ તિરંગા સાથે જવાહરલાલ નહેરુનો ફોટો પોતાના ડીપી તરીકે મૂક્યો છે. તિરંગા સાથે પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો શેર કરતા કોંગ્રેસે એક ખાસ સંદેશ પણ આપ્યો છે. કોંગ્રેસે ટિ્‌વટર પર લખ્યું કે તિરંગો આપણા દિલમાં છે, લોહી બનીને આપણી નસોમાં છે. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ પંડિત નહેરુએ રાવી નદીના તટે તિરંગો લહેરાવતા કહ્યું હતું કે ‘હવે તિરંગો ફરકાવી દીધો છે, આ ઝૂકવો જાેઈએ નહીં. આવો આપણે બધા દેશની અખંડ એક્તાનો સંદેશ આપનારા આ તિરંગાને આપણી ઓળખ બનાવીએ. જય હિન્દ, ઈંસ્અ્‌ૈટ્ઠિહખ્તટ્ઠસ્અઁિૈઙ્ઘી’ પૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે ‘દેશની શાન છે આપણો તિરંગો. દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે, આપણો તિરંગો.’ પ્રિયંકા ગાંધીએ લખ્યું કે ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે અમારા.’ અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને ૨ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ વચ્ચે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ ફોટો તરીકે તિરંગો લગાવવાની અપીલ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ જન આંદોલનમાં ફેરવાઈ રહ્યું છે. પીએમ મોદીએ પણ ગઈ કાલે સોશિયલ મીડિયા પર પોતાનું ડીપી ચેન્જ કર્યું.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *