Delhi

કોંગ્રેસે મીડિયા પર રાહુલ ગાંધીની સાથે રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરીનો ફોટો કર્યો શેર

નવીદિલ્હી
કોંગ્રેસની ભારત જાેડો યાત્રાના લગભગ બે મહિના થઈ ગયા છે. આ સફરમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણા કલાકારો ભાગ લેતા જાેવા મળી રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સાથે પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ પદપાળા યાત્રામાં સામેલ થયા હતાં. તેમાં હવે પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી પણ ભારત જાેડો યાત્રામાં સામેલ થઈ છે. કોંગ્રેસના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની સાથે રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરીનો એક ફોટો શેર કર્યો છે. કોંગ્રેસે ટીવી એક્ટ્રેસ સાથે રાહુલ ગાંધીનો ફોટો પોસ્ટ કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે- ‘ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને આકાંક્ષા પુરી સચ્ચાઈ માટે અમારી લડાઈમાં સામેલ છે.’ રશ્મિ દેસાઈએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે, ‘કોંગ્રેસ નેતા અસલમ શેખ અને સૂરજ ઠાકોર અને મારી મિત્ર આકાંક્ષા પુરીની સાથે ભારત જાેડો યાત્રા. એક સાથે રહો.’ આકાંક્ષા પુરીએ યાત્રા દરમિયાનની તસવીર શેર કરી છે. રશ્મિએ બિગ બોસ ૧૩, ખતરો કે ખિલાડી ૬, નચ બલિયે ૭, નાગિન ૪, નાગિન ૩ અને ઝલક દિખલા જા ૫ જેવા ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. સાથે જે મોડલ અને એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ હિન્દી ટીવી શો સિવાય સાઉથમાં પણ ઘણું કામ કર્યુ છે. તેણે મધુર ભંડારકરની કેલેન્ડર ગર્લ્સથી બોલિવૂડમાં હાથ આજમાવ્યો હતો. આકાંક્ષાએ હાલમાં સ્વયંવર ‘મીક્કા દી વોટી’માં ભાગ લીધો હતો. તેણી આ શોની વિનર રહી હતી. જાેકે, આ હજુ તેઓએ લગ્ન નથી કર્યા.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *