નવીદિલ્હી
કોરોના મહામારીમાં સંક્રમણથી થયેલા મોત બાદ પરિજનોને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી. જે હેઠળ લોકો વળતર મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. આવામાં અનેક લોકોએ રકમ મેળવવા માટે ખોટા દાવા કરવાના શરૂ કર્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જેને જાેતા હવે સુપ્રીમ કોર્ટે મોટો ર્નિણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોનાથી મોતનું વળતર મેળવવા માટે ખોટા દાવા દાખલ થયાના આરોપોની તપાસ માટે મંજૂરી આપી દીધી છે. જે હેઠળ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં દાખલ થયેલા ૫ ટકા દાવાની સમીક્ષા કરવામાં આવશે. આ બાજુ સુપ્રીમ કોર્ટે ૨૮ માર્ચ સુધી કોરોનાથી થનારા મોતના વળતરનો દાવો કરવાની સમયમર્યાદા ૬૦ દિવસ નક્કી કરી છે. ભવિષ્યમાં થનારા મોતનું વળતર મેળવવા માટે દાવો પણ ૯૦ની અંદર જ કરવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપ્યા બાદ કેન્દ્ર સરકાર ૪ રાજ્યોમાં ૫ ટકા વળતરના દાવાની ખરાઈ કરી શકે છે. આ દાવાની સંખ્યા અને નોંધાયેલા મોત વચ્ચે ઘણું અંતર છે. આવામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કોરોનાના વળતર માટે ખોટા દાવા દાખલ થયાની તપાસ માટે મંજૂરી આપી દીધી છે. આ ચાર રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ સામેલ છે. કોરોનાની દેશમાં સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૧,૯૩૮ કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં ૬૭ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૩૧ દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. હાલ દેશમાં કોરોનાના ૨૨,૪૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ ૦.૨૯% ટકા છે. અત્યાર સુધીમાં કુલ ૫,૧૬,૬૭૨ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. કોરોનાની સ્થિતિ ભલે સુધરી હોય તેવું લાગે પણ દુનિયાના અનેક દેશોમાં કોરોના સંક્રમણ ફરીથી વધવા લાગ્યું છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું કે જ્યાં સુધી દેશના તમામ લોકો રસીકરણની પ્રક્રિયા પૂરી ન કરી લે ત્યાં સુધી દુનિયા વધતા કોવિડ-૧૯ સંક્રમણ અને તેની સામે આવી રહેલા નવા વેરિએન્ટ સામે લડતી રહેશે. ઉૐર્ં ના ડાઈરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયિયસે કહ્યું કે આપણે બધા મહામારીથી આગળ વધવા માંગીએ છીએ. આપણે તેને ગમે તેટલી દૂર કરી લઈએ પણ આ મહામારી ગઈ નથી. જ્યાં સુધી તમામ દેશ રસીકરણથી કવર ન થઈ જાય ત્યાં સુધી આપણે સંક્રમણના વધવા અને નવા વેરિએન્ટના જાેખમનો સામનો કરતા રહીશું.
