Delhi

ચીને અરુણાચલ બોર્ડર પાસેના સ્થળોના નામ બદલ્યા

નવીદિલ્હી
ચીનની સ્ટેટ કાઉન્સિલે ૧૫ નામોમાં ફેરફારને મંજૂરી આપી છે. આ તમામ વિસ્તારો ઝેંગનાન (ચીનના દક્ષિણ રાજ્ય શિજિયાંગનો ભાગ)માં આવે છે. તેમાંથી ૮ રહેણાંક વિસ્તારો છે. ચાર પર્વતીય પ્રદેશો, બે નદીઓ અને એક માઉન્ટેન પાસ છે. અગાઉ ૨૦૧૭માં ૬ જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. આ ચીનનો અધિકાર છે. તિબેટ મામલાના ચીની નિષ્ણાત લિયાન શિયાંગમિને અખબારને જણાવ્યું – આ સ્થાનો સેંકડો વર્ષોથી અસ્તિત્વમાં છે. હવે નામો સુધારી દેવામાં આવ્યા છે. આના દ્વારા સરહદોની રક્ષા વધુ સારી રીતે કરી શકાશે. ચીને ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારત તરીકે માન્યતા આપી નથી. તેનો આરોપ છે કે ભારતે તેના પર કબજાે કરી લીધો છે. બીજિંગે ૨૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ ‘લેન્ડ બોર્ડર લો’ નામના કાયદાને મંજૂરી આપી હતી. આ પછી જ તે આવું કૃત્ય કરી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ પગલાથી હવે તે આશંકા સાચી સાબિત થઈ છે. એપ્રિલ ૨૦૧૭માં તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આનાથી નારાજ થઈને ચીને કહ્યું હતું- દલાઈ લામાની ગતિવિધિઓ ભારત દ્વારા ચીનને આપવામાં આવેલા વચનોની વિરુદ્ધ છે. ચીન સ્થાનોના નામ બદલી રહ્યું છે, તેથી તેને તેમની ભાષા સાથે જાેડવું જરૂરી છે. અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટ છે, તે અમારા વિસ્તારમાં આવે છે. બંને દેશો વચ્ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી ન્છઝ્ર (લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ) પર વિવાદ ચાલી રહ્યો છે. જાે કે, ચીન અરુણાચલ પ્રદેશના ભાગને પણ વિવાદિત માને છે. આ માટે નિશ્ચિત નિયમો અને પ્રક્રિયા છે. જાે કોઈ દેશ કોઈ સ્થળનું નામ બદલવા ઈચ્છે છે, તો તેણે યુએન ગ્લોબલ જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન મેનેજમેન્ટને અગાઉથી જાણ કરવી પડે છે. આ પછી, યુએનના ભૌગોલિક નિષ્ણાતો વિસ્તારની મુલાકાત લે છે. આ દરમિયાન સૂચિત નામની ચકાસણી કરવામાં આવે છે. સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાં આવી છે. જાે હકીકતો સાચી હોય, તો નામ બદલવાની મંજૂરી આપવામાં આવે છે અને તે રેકોર્ડમાં સામેલ કરવામાં આવે છે.ચીને ફરી ચાર વર્ષ જૂના કૃત્યનું પુનરાવર્તન કર્યું છે. તેણે અરુણાચલ પ્રદેશના સરહદ વિસ્તારના ૧૫ સ્થળોના નામ ચીની અને તિબેટીયન રાખી દીધા છે. ચીનના સિવિલ અફેર્સ મિનીસ્ટ્રીએ ગુરુવારે આ ર્નિણયને યોગ્ય ઠેરવતા કહ્યું- આ અમારી સાર્વભૌમત્વ અને ઈતિહાસના આધારે લેવાયેલું પગલું છે. આ ચીનનો અધિકાર છે. ચીન દક્ષિણ તિબેટને પોતાનો વિસ્તાર ગણે છે. તેનો આરોપ છે કે ભારતે તેના તિબેટીયન ક્ષેત્ર પર કબજાે કરીને તેને અરુણાચલ પ્રદેશ બનાવી દીધું. આ પહેલા ૨૦૧૭માં ચીને ૬ જગ્યાઓના નામ બદલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *