નવીદિલ્હી
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ વડાપ્રધાન મોદી સહિત ૩૦ નેતાઓની યાદી જાહેર કરી છે. આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે, ભાજપે ૩૦ નેતાઓની યાદી જાહેર કરી જેઓ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, સીએમ યોગી આદિત્યનાથ, પાર્ટી સાંસદ હેમા માલિની સહિત લગભગ ૩૦ બીજેપી નેતાઓ ચૂંટણીના પહેલા તબક્કાના ઉમેદવારો માટે પ્રચાર કરશે. આ સિવાય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, યુપી બીજેપી ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પણ યાદીમાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ, યુપીના પ્રભારી રાધા મોહન સિંહ, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા કેન્દ્રીય મંત્રી સંજીવ બાલ્યાન પણ પ્રચાર કરશે. ભાજપના ટોચના પ્રચારકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગી અને હેમા માલિનીનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીનું નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી ગાયબ છે.


