નવીદિલ્હી
પોતાની આવડત અને હોશિયારી ને કારણે ટાઈમ્સ મેગેઝિનની ૧૦૦ પ્રતિભાશાળી વક્તિ માં સ્થાન પામનાર ચેતન ભગતએ પોતાની લેખન શૈલી દ્વારા લાખો લોકો ના દિલ માં સ્થાન મેળવ્યું છે. ચેતન ભગત હવે દક્ષિણ દિલ્હી ના રહેવાસી બની ગયા છે. તેણે હાલમાં જ દક્ષિણ દિલ્હીમાં એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેની કિંમત જાણીને તમે દંગ રહી જશો. ચેતન ભગતે દક્ષિણ દિલ્હીના વેસ્ટેન્ડ વિસ્તારમાં ૪ બીએચકે ફ્લેટ ખરીદ્યો છે, જેની કિંમત લગભગ ૧૧.૬ કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ૨૬ જૂને બંને પક્ષો વચ્ચે આ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. જ્યાં તેણે આ ઘર ખરીદ્યું છે, તે દિલ્હીના પોશ વિસ્તારોમાંથી એક છે. ચેતન ભગતે આ નવા એપાર્ટમેન્ટ માટે લગભગ ૭૦ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. તેણે આ ફ્લેટ વેસ્ટેન્ડ વિસ્તારના સી બ્લોકમાં બનાવ્યો છે. ઢટ્ઠॅાીઅ ને મળેલા દસ્તાવેજાે અનુસાર, તેણે આ ફ્લેટ રાજીવ બક્ષી અને રીટા બક્ષી મારફતે ચેતન ભગત એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદ્યો છે. જાે કે આ મામલે હજુ સુધી ચેતન ભગત તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ૫૦૦ સ્ક્વેર યાર્ડમાં તેમનો ફ્લેટ મધ્યમ માળે છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પ્રતિ સ્ક્વેર ફૂટની કિંમત ૪૪,૦૦૦ થી ૪૫,૦૦૦ રૂપિયાની આસપાસ છે. તે જ સમયે, નવા એપાર્ટમેન્ટની કિંમત પ્રતિ ચોરસ ફૂટ ૫૫,૦૦૦ થી ૬૦,૦૦૦ વચ્ચે છે.


