Delhi

જમ્મુકાશ્મીરમાં ૩૭૦ હટાવ્યા બાદ બહારના ૩૪ લોકોએ જમીન ખરીદી

નવીદિલ્હી
ગૃહ મંત્રાલયે લોકસભામાં માહિતી આપી છે કે કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરની બહારના ૩૪ લોકોએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સંપત્તિ ખરીદી છે. આ મિલકતો કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં આવેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં કલમ ૩૭૦, ૩૫છ લાગુ હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીર સિવાય અન્ય કોઈપણ રાજ્યનો રહેવાસી ત્યાં જમીન ખરીદી શકતો ન હતો. પરંતુ જ્યારથી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે અને કલમ ૩૭૦ હટાવવામાં આવી છે, ત્યારથી કોઈપણ પ્રદેશના રહીશ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ એક મહત્વપૂર્ણ ર્નિણય લેતા, કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા. કલમ ૩૭૦ હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ અધિકારો મળ્યા હતા. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરનો અલગ ધ્વજ અને અલગ બંધારણ અમલમાં હતું. સંરક્ષણ, વિદેશ અને સંદેશાવ્યવહારની બાબત સિવાયના તમામ કાયદાઓ બનાવવા માટે રાજ્યની પરવાનગી જરૂરી હતી. એટલું જ નહીં, જમ્મુ-કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા હતી અને અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા. ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ અને નાગરિક ઉડ્ડયન વિભાગના અગ્ર સચિવ રંજન પ્રકાશ ઠાકુરે સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બદલાયેલા વાતાવરણમાં સાઉદીની ત્રણ કંપનીઓ અહીં ભારે રોકાણ કરી રહી છે. આ પૈકી, સ્ઇ ગ્રુપ જમ્મુમાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ અને શ્રીનગરમાં બદામીબાગ પાસે બે ૈં્‌ ટાવર બનાવશે. તેમાં તમામ પ્રકારની કંપનીઓ હશે. જમ્મુ-કાશ્મીરમાં ઉદ્યોગો સ્થાપવા માટે જમીનની ફાળવણી પર જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ માટે એફિડેવિટ આપવી પડશે. જમીનની ફાળવણી મેરિટ કમ ચોઇસના આધારે કરવામાં આવે છે. હવે જમીન ફાળવણી બાદ ત્યાં જે તે હેતુ માટે લીધેલ જમીનમાં જે તે ચીજવસ્તુનુ ઉત્પાદન કરવું પડશે. જે હેતુ માટે જમીન લેવામાં આવી છે તે પરિપૂર્ણ ન થાય તો ફાળવણી રદ કરવામાં આવશે. જમીનના ઉપયોગના નિયમોમાં ફેરફારથી ઉદ્યોગો સ્થાપવાનો માર્ગ મોકળો થયો છે. જણાવી દઈએ કે નાણા મંત્રી ર્નિમલા સીતારમણે બે અઠવાડિયા પહેલા લોકસભામાં માહિતી આપી હતી કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા બાદ અત્યાર સુધી ત્યાં ૮૯૦ કેન્દ્રીય કાયદા લાગુ કરવામાં આવ્યા છે.

How-many-outsiders-bought-land-in-Jammu-and-Kashmir-after-section-370-was-removed.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *