Delhi

જાે પુરુષો એક કરતા વધારે પત્ની રાખી શકતા હોય તો મહિલાને પણ ૪ પતિ રાખવાનો અધિકારઃ જાવેદ અખ્તર

નવીદિલ્હી
ખ્યાતનામ શાયર, ગીતકાર અને ફિલ્મ પટકથા લેખક જાવેદ અખ્તરે મુસ્લિમ પર્સનલ લોને ખોટો ગણાવ્યો હતો. જાવેદ અખ્તરે કહ્યું કે, જાે મુસલમાન પતિઓ એક સાથે ૪ લગ્ન કરી શકે, તો પછી મહિલાઓને પણ કેટલાય પતિ રાખવાનો હક મળવો જાેઈએ. તેમણે કહ્યું કે, એકથી વધારે પત્ની રાખવાથી મહિલાઓ અને પુરુષની બરાબરની જાળવી શકાશે નહીં. જાવેદ અખ્તરે સ્પષ્ટ કહ્યું કે, એક સમયમાં એકથી વધારે લગ્ન કરવા દેશના કાયદા અને સંવિધાનના નિયમોની બિલકુલ વિરુદ્ધમાં છે. એક સમાચાર એજન્સીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જાવેદ અખ્તરે કહ્યું કે, કોમન સિવિલ કોડનો અર્થ ફક્ત એ નથી કે, તમામ સમુદાય માટે એક કાયદો હોય, પણ તેનો અર્થ મહિલા અને પુરુષની વચ્ચે બરાબરી પણ હોય. બંને માટે એક જ માપદંડો હોવા જાેઈએ. અખ્તરે કહ્યું કે, તેઓ પહેલાથી કોમન સિવિલ કોડનું પાલન કરી રહ્યા છે. જેના પણ દીલમાં મહિલા અને પુરુષના બરાબરીનો વિચાર હોય છે, તેને કોમન સિવિલ કોડમાં રહેવુ જાેઈએ. તેમણે કહ્યું કે, તેઓ દીકરા અને દીકરીને સંપત્તિમાં એકસરખો જ અધિકાર આપશે. જાવેદ અખ્તરે કહ્યું કે, આજે દેશની સમસ્યા એ છે કે, દેશને સરકાર અને સરકારને દેશ માનવા લાગ્યા છે. સરકાર તો આવતી જતી રહેશે. પણ દેશ હંમેશા રહેશે. અખ્તરે કહ્યું કે, જાે કોઈ સરકારનો વિરોધ કરે છે, તો તેને દેશદ્રોહી કહેવાય છે. જાે કે આવું ન હોવું જાેઈએ. તેમણે કહ્યું કે, દેશનો મિજાજ બહુ પહેલાથી લોકતાંત્રિક રહ્યો છે. હજારો વર્ષો પહેલા દેશના જનમાનસનો મિજાજ ઉદાર રહે છે, તે ક્યારેય કટ્ટરવાદી નથી રહ્યો. આજે જે રીતે કટ્ટરતાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, તે હિન્દુસ્તાનનો મિજાજ નથી.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *