Delhi

જ્યોતિરાવ ફૂલેએ ભારતીય મહિલાઓને તેમના હક્કો અપાવ્યા

નવીદિલ્હી
જ્યોતિરાવનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૮૨૭ના રોજ પુણેમાં ગોવિંદરાવ અને ચિમનાબાઈના ઘરે થયો હતો. ગોવિંદરાવ અને તેમના ભાઈ પેશવાઓ માટે ફૂલ વેચનાર તરીકે કામ કરતા હતા તે માટે તેમને મરાઠીમાં ‘ફૂલે’ કહેવામાં આવતા હતા. તેમનો જન્મ એક નિમ્ન જાતિમાં થયો હતો, પરંતુ તેમને ક્યારેય પણ જાતિગત ભેદભાવનો સામનો કરવો નહતો પડ્યો, કેમ કે તેમનો પરિવાર પેશવાઓ માટે કામ કરતો હતો. જ્યોતિરાવે પરિવારની મદદ કરવા માટે પોતાનો અભ્યાસ અટકાવ્યો હતો. પરંતુ તેમની ક્ષમતાને જાણતા તેમના પાડોશીએ જ્યોતિરાવના પિતાને શિક્ષણ પૂરૂં કરવા માટે મનાવી લીધા. તે પાડોશીમાં એક મુસ્લિમ શિક્ષક હતા અને એક ઈસાઈ વ્યક્તિ હતા. આ રીતે જ્યોતિરાવ ફૂલેએ ૧૮૪૭માં સ્કોટિશ મિશન હાઈ સ્કૂલમાં પોતાનું શિક્ષણ પૂરું કર્યું. એ જ વખતે તે સમયની પ્રથા મુજબ તેમના બાળલગ્ન થઈ ગયા. તે વખતે જ્યોતિરાવની ઉંમર ૧૩ વર્ષની હતી અને જેમના સાથે લગ્ન થયા તે સાવિત્રીબાઈની ઉંમર ૯ વર્ષની હતી. ફૂલેના પેશાવાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે તેમના પરિવારને ક્યારેય પણ જાતિગત ભેદભાવનો સામનો નહોતો કરવો પડ્યો, પરંતુ પહેલી વખત એવું થયું. ૧૮૪૮માં તેમને પહેલી વખત જાતિગત ભેદભાવનો અનુભવ થયો જ્યારે તેઓ પોતાના બ્રાહ્મણ મિત્રના લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. સમારોહમાં સામેલ થવા પર, લગ્ન હતા તેના પરિવારના લોકોએ જ્યોતિરાવનું અપમાન કર્યું હતું. જાતિગત ભેદભાવની ઘટનાએ તેમના મગજ પર અત્યંત અસર કરી અને તેમણે એક વર્ષની અંદર અછૂત લોકો અને યુવતીઓ માટે એક સ્કૂલ શરૂ કરી. જ્યોતિબાએ પહેલા પત્ની સાવિત્રીબાઈને લખતા-વાંચતા શીખવાડ્યું અને આ રીતે ૧૯૪૮માં તેઓ પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. તેમણે પોતાની કવિતામાં લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું. આ પહેલને સમાજે દિલથી સ્વીકારી. જાેકે, ફૂલે દંપતિને ઘણી ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો. બાદમાં સમાજ વિરુદ્ધ જવા માટે પોતાના માતા-પિતાનું ઘર છોડવું પડ્યું. એ વખતે બાળલગ્નની પ્રથા હતી. નાની છોકરીઓના મોટા પુરુષો સાથે લગ્ન કરવામાં આવતા હતા. જેના કારણે યુવા વિધવાઓની સંખ્યામાં વધારો થતો હતો. ઉચ્ચ જાતિની વિધવાઓનું જીવન દયનીય હતું. જેમાં વિધવાનું મુંડન, ગર્ભપાત, રસોઈ કક્ષમાં પ્રવેશ નહીં, આ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવતા હતા. આ સમસ્યા જાેતા ફૂલે દંપતિએ ઉચ્ચ જાતિની વિધવાઓ માટે એક ઘર શરૂ કર્યું, જ્યાં તે પોતાનું જીવન પસાર કરી શકે. ફૂલે દંપતિએ દેશનુ પહેલું અનાથાશ્રમ પણ શરૂ કર્યું, જ્યાં તરછોડાયેલા છોકરાઓને સાચવવામાં આવતા. તેમણે એક બાળકને દત્તક પણ લીધો. વિધવા પુનર્વિવાહની પણ હિમાયત આ દંપતિએ કરી. આ પહેલ માટે તેમની ખૂબ આલોચના થઈ. સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણજી વાડેકરે સમાજના કલ્યાણમાં તેમના મહાન યોગદાન માટે ‘મહાત્મા’ની ઉપાધિથી સન્માનિત કર્યા હતા. દુર્ભાગ્યથી ૨૮ નવેમ્બર, ૧૮૯૦ના રોજ મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું નિધન થયું હતું. સાવિત્રીબાઈએ પોતાની પહેલ ચાલુ રાખી હતી. મહાત્માને મહારાષ્ટ્ર અને ભારતના અન્ય રાજ્યોમાં એકાધિક વખત સન્માનિત કરાયા છે. યૂનિવર્સિટી, મ્યુઝિયમ્સ તથા શાક માર્કેટ સહિત અઢળક જગ્યાઓના નામ આ મહાપુરુષ પર રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *