Delhi

ઝેરોધા પોતાના કર્મચારીઓને વજન ઘટાડવા પર બોનસ આપી રહી છે

નવીદિલ્હી
કામથે બોનસ માટે જે સ્કેલ પસંદ કર્યું છે, એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, વાસ્તવમાં શરીરની ઊંચાઈ અને વજનના આધારે શરીરમાં ચરબીનું પ્રમાણ જણાવે છે. ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ એટલે શરીરમાં વધુ ચરબી. સાથે જ ઓછા બોડી માસ ઇન્ડેક્સને પણ યોગ્ય માનવામાં આવતું નથી. ભારતીયો માટે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ૧૮.૫ થી ૨૩ બોડી માસ ઇન્ડેક્સ ધરાવતી વ્યક્તિ સામાન્ય અને સ્વસ્થ હોય છે. જ્યારે ૨૫ થી વધુને મેદસ્વી ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સામાન્ય વજન માટે બોડી માસ ઇન્ડેક્સ ૧૮.૫ અને ૨૪.૯ ની વચ્ચે માનવામાં આવે છે. ૩૦ થી વધુ મેદસ્વી માનવામાં આવે છે. બોડી માસ ઇન્ડેક્સની ગણતરી કરવા માટેનું સૂત્ર સરળ છે. આ મેળવવા માટે તમારે તમારા વજનને તમારી ઊંચાઈના વર્ગ દ્વારા વિભાજિત કરવું પડશે.એક કંપનીએ પોતાના કર્મચારીઓને ફિટ રાખવા માટે ખૂબ જ અનોખી રીત અપનાવી છે. આ કંપની પોતાના કર્મચારીઓને વધારાનું વજન ઘટાડવા માટે બોનસ આપી રહી છે. ઓનલાઈન બ્રોકિંગ સ્ટાર્ટઅપ ઝેરોધાએ વિશેષ કાર્યક્રમ ફન હેલ્થ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં કર્મચારીઓને તેમના બોડી માસ ઇન્ડેક્સને ચોક્કસ સ્તરથી નીચે લાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. જાે તે આ લક્ષ્ય હાંસલ કરે છે તો તેને કંપની તરફથી બોનસ મળશે. ઝેરોધાના સહ-સ્થાપક અને સીઈઓ નીતિન કામથે ટ્‌વીટ કરીને આ વિશેષ કાર્યક્રમની જાણકારી આપી હતી, કામથે બોનસ માટે જે સ્કેલ પસંદ કર્યું છે, એટલે કે બોડી માસ ઇન્ડેક્સ, વાસ્તવમાં શરીરની ઊંચાઈ અને વજનના આધારે શરીરમાં ચરબીનું પ્રમાણ જણાવે છે. નીતિન કામથે ટ્‌વીટ દ્વારા લખ્યું કે તેમની કંપની એક ખાસ પ્રોગ્રામ ફન હેલ્થ પ્રોગ્રામ ચલાવી રહી છે જેથી કર્મચારીઓને ફિટ રહેવા માટે પ્રેરિત કરી શકાય. આ કાર્યક્રમ મુજબ ઝેરોધાના કર્મચારીઓ વજન ઘટાડશે તો બોનસ મેળવવા માટે હકદાર બનશે. એક ટ્‌વીટ દ્વારા કામથે માહિતી આપી હતી કે ઝેરોધામાં ૨૫ કરતા ઓછા બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા કર્મચારીઓને અડધા મહિના જેટલું બોનસ મળશે. કામથે માહિતી આપી હતી કે તેમની ટીમનો સરેરાશ બોડી માસ ઇન્ડેક્સ ૨૫.૩ છે. તેમણે ઉમેર્યું કે જાે ઓગસ્ટ મહિના સુધીમાં સરેરાશ બોડી માસ ઇન્ડેક્સ ૨૪ થી નીચે આવે છે તો દરેકને અડધા મહિનાનું વધુ બોનસ મળશે. તેમણે આગળ લખ્યું કે ભલે બોડી માસ ઇન્ડેક્સ સ્વાસ્થ્યનું શ્રેષ્ઠ માપ ન હોય પણ તે શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત સાબિત થઈ શકે છે. નીતિન કામથે ૨૦૧૦માં ઝેરોધાનું ડિસ્કાઉન્ટ બ્રોકિંગ મોડલ શરૂ કર્યું હતું. તે પહેલા કામથ પોતે પોતાના સ્તરે વેપાર કરતા હતા. ડિસ્કાઉન્ટ બ્રોકિંગના પ્રમોશનમાં તેમનો મોટો ફાળો માનવામાં આવે છે. તે સ્વાસ્થ્ય પ્રત્યેના પોતાના જુસ્સા માટે મીડિયામાં પણ જાણીતા છે. તેમની ટીમમાં ૧૧૦૦થી વધુ કર્મચારીઓ કામ કરે છે. ઝીરોધાના લોન્ચિંગ પહેલા કામથે રિલાયન્સ મનીની ફ્રેન્ચાઈઝી પણ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *