નવીદિલ્હી
ભારતમાં ઈંધણના ભાવ વધતા લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે. ઈંધણના ભાવ એક કારણ છે પરંતુ ઈલેક્ટ્રિક વાહનોમાં મળતી સુવિધાઓ અને ફાયદાથી પણ ગ્રાહકો ઈફ તરફ આકર્ષાય રહ્યાં છે. માર્કેટમાં દિગ્ગજ કાર કંપની ટાટાએ પોતાની એકદમ બ્રાન્ડ ન્યૂ ઈલેક્ટ્રિક કાર જેનું નામ છે ્ટ્ઠંટ્ઠ ઝ્રેદિૃદૃ ઈફ પરથી પડદો હટાવ્યો છે. પહેલી નજરે આ કારના લુક્સ કોઈ લક્ઝરી કારને ટક્કર આપતા હોય તેવા જાેવા મળે છે. કારના લુક્સ તો ડેશિંગ લાગે જ છે પણ સાથે સાથે કારના ઈન્ટીરિયર મામલે પણ કંપનીએ શાનદાર કામગીરી કરી છે. આ કારને ર્ઝ્રેॅॅી સ્ટાઈલમાં બનાવવામાં આવી છે. ટાટાની આ સુંદર કારની ડ્રાઈવિંગ રેન્જ ૪૦૦-૫૦૦ કિલોમીટર હશે. કારમાં આપવામાં આવેલી બેટરીમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તેમજ લો પાવર કંઝમ્પશન એટલે કે ઓછા વીજ વપરાશમાં કાર ચાર્જ થઈ જશે. આ કાર છઝ્ર અને ડ્ઢઝ્ર બંને ચાર્જિંગ પોઈન્ટથી ચાર્જ કરી શકાશે. ટાટાનું કહેવું છે કે નવી ઈલેક્ટ્રિક કાર સાથે નવી ટેક્નીકવાળું પાવરટ્રેન આપવામાં આવશે, જે એકદમ દમદાર હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ટાટાની અન્ય કારોની જેમ આ કારમાં પણ સુરક્ષા માટે ૫-સ્ટાર રેટિંગ મળશે. આ અનુમાન એટલે લગાવવામાં આવી રહ્યું છે કારણ કે કંપની નિશ્ચિત રીતે કારમાં સર્વશ્રેષ્ઠ સેફ્ટી ફીચર્સ પ્રદાન કરશે. ટાટાની નવી ઈલેક્ટ્રિક કાર માર્કેટનો માહોલ ગરમ કરવા માટે સક્ષમ છે. તેનું મુખ્ય કારણ કારના શાનદાર લુક્સ છે. કંપનીએ કારને એવા લુક્સ અને ડિઝાઈન બનાવી છે કે જેને જાેઈ હર કોઈ આકર્ષાય શકે. કારના આગળના ભાગમાં ન્ઈડ્ઢ હેડલેંપ્સ આપવામાં આવ્યા છે. કારના બેક લુક્સ પણ દમદાર જાેવા મળી રહ્યાં છે. ટાટા મોટર્સે ઈલેક્ટ્રિક કર્વની સાથે પેટ્રોલ-ડીઝલ પર ચાલતી કારને પણ લોન્ચ કરી છે. ટાટા મોટર્સ ૨૦૨૫ સુધી ૧૦ નવા ઈલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપની પેસેન્જર વ્હીકલ્સ અને ઈલેક્ટ્રિક મોબિલીટી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ટાટા કર્વની લંબાઈ નેક્સનો ઈવી સમ્માન જ છે. કારનો વ્હીલબેઝ આશરે ૫૦ મીમી વધારે છે. નવી ઈલેક્ટ્રિક કાર ભારતીય માર્કેટમાં ૨૦૨૩ના અંત સુધી અથવા ૨૦૨૪ની શરૂઆતમાં લોન્ચ થઈ જશે.
