ખબર ની સચ્ચાઈ જાણવા રિપોર્ટર ને સર્વે આધારે ખાસ વાત જાણવા મળી.
નાના મોટા દરેક પક્ષ ના સભ્યો તથા કાર્યકરો દ્વારા પક્ષ તરફથી પૈસા ની આશા હોય. અને ખૂબ ઓછા કાર્યકરો હોય જે પક્ષ માટે પોતાના ઘર નું આંધણ કરે.
હવે વાત લઈએ તેવા સભ્ય અથવા કાર્યકર જેઓ પક્ષ ની રહેમ રાહ પર જીવન નિર્વાહ કરતા હોય જેઓ ને પક્ષ માટે પૈસા ભેગા કરવાનું કાર્ય આપવા માં આવે છે જેથી પક્ષ ના કાર્યો અને પક્ષ તરફ થી થતા નાના મોટા કાર્યક્રમો યોજી શકાય.
ઘણી વખત પક્ષ કાર્યકરો ના તરફ થી માંગવા માં આવતા ખર્ચ રૂપે તેમના દ્વારા ઉઘરાવેલા ડોનેશન તેમને પરત ચૂકવી પાર્ટી ના કાર્યો કરતાં રેહવા માટે પ્રોત્સાહિત કરતાં રહે છે અને જે સ્વાભાવિક છે.
આજના સમય માં ભારત માં કોઈ ટ્રસ્ટ અને રાજનીતિ પક્ષ ને બેંક તરફ થી લોન આપવા માં આવતી નથી તેથી સ્વાભાવિક રીતે પક્ષ ના ખર્ચ ને પહોંચી વળવા ભારત ના અર્થવ્યવસ્થા માં ઇન્કમેક્સ માં ટેકસ ની રાહત ની જાેગવાઇ કરવા માં આવી જેથી આર્થિક મદદ આપનાર ને ટેકસ માં રાહત મળી રહે.
આવી જ રીતે ટેકસ માં રાહત વીમા યોજના, પોસ્ટ , ફિક્સ ડિપોઝિટ માં પણ આપવા માં આવેલ છે .
વીમા માં રોકાણ કરવા માટે પણ ઘણા લોકો તેમના ગ્રાહકો ને ૯૦% પૈસા પરત આપવાની બાંહેધરી આપતા હોય છે. તેવી જ રીતે રાજનીતિ સભ્યો પણ ૯૦% પૈસા પરત આપવા ની બાંહેધરી આપતા જણાયા હોય તેવું સામે આવ્યું છે.
ક્યાંક આજ લાભ જણાવી પૈસા ડોનેશન કે વીમા ભરનાર વ્યક્તિ ઓ ને પરત પૈસા મળ્યાં ના હોય તેવા કિસ્સા અવારનવાર આવતાં જ હોય છે. ત્યારે બાવા ને બે બગડ્યા ની લાગણી ડોનેશન આપનાર વ્યક્તિ અનુભવે છે કારણ ઈન્કટેકસ અધિકારી તરફ થી આક્ષેપ કરવા માં આવેલ હોય કે તેમને કેશ મેળવ્યા અને તેમને ટેક્ષ ની રાહત પણ મળતી હોતી નથી.
રિપોર્ટર ના સર્વે આધારે આ વ્યવહારો ને શું માનવું !
પાર્ટી ને ખોટી માનવી? , વીમા કંપની ને ખોટી માનવી ? વીમા એજન્ટો ને ખોટા માનવા કે પાર્ટી ના કાર્યકરો ને ખોટા માનવા?
કે અર્થતંત્ર માં આપવા માં આવેલ છૂટ ની જાેગવાઈ ને ખોટું માનવું?
